Gujarat News : વિદ્યાર્થીઓ 17 ડિસેમ્બરથી સત્તાવાર વેબસાઇટ gseb.org પર ઓનલાઇન આવેદન પત્ર ભરી શકશે. 31 ડિસેમ્બર સુધી આ વેબસાઇટ કાર્યરત રહેશે. 17 ડિસેમ્બરથી ઉમેદવારો બોર્ડની વેબસાઇટ પરથી ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર રહેશે.
![]()
ગુજકેટ(GUJCET)ની પરીક્ષા 3 કલાક માટે લેવામાં આવશે. આ પરીક્ષા ત્રણ ભાષા અંગ્રેજી(English), હિન્દી(Hindi) અને ગુજરાતી(Gujarati)માં લેવામાં આવશે. પ્રશ્નપત્ર કુલ 120 માર્કસનું હશે, જેમાંથી 40 પ્રશ્નો ભૌતિકશાસ્ત્રના, 40 પ્રશ્નો રસાયણશાસ્ત્રના અને 40 પ્રશ્નો ગણિતના પૂછવામાં આવશે. સાચા જવાબો માટે એક માર્ક આપવામાં આવશે, જ્યારે ખોટા જવાબો માટે 0.25 માર્કસ કાપવામાં આવશે. આ પરીક્ષા અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં લેવામાં આવશે.
બોર્ડના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે દર વર્ષે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે. ગુજકેટનો અભ્યાસક્રમ NCERT ધોરણ 12 ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત અને જીવવિજ્ઞાનના પાઠ્યપુસ્તકો પર આધારિત હોય છે, જે વિદ્યાર્થીઓ ફાર્મસીમાં પ્રવેશ લેવા માગે છે તેઓ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન પરીક્ષા અને જે વિદ્યાર્થીઓ B.Tech માં પ્રવેશ લેવા ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સની પરીક્ષા આપવી પડશે.
