Gujarat News/ ગુજરાત બોર્ડે ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખ બદલી….

Gujarat News : ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં 14 માર્ચે સરકારે ધુળેટીની રજા જાહેર કરી હોવાથી તારીખોમા ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં માર્ચની 13 અને 14 તારીખના રોજ પેપર લેવામાં આવશે નહીં.

Gujarat Gandhinagar Breaking News

Gujarat News : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામકે પરિપત્ર જાહેર કરીને જણાવ્યુ હતુ કે ધોરણ-10 (SSC), સંસ્કૃત પ્રથમ અને ધોરણ-12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના વિદ્યાર્થીઓની ફેબ્રુઆરી-માર્ચ-2025માં લેવાનાર મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ તા.15-10-2025ના રોજ બોર્ડની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25ની જાહેર રજાઓ જાહેર કરવામાં આવી હતી.

પરિપત્રમાં ધૂળેટીની રજા તારીખ 04-03-2025 ના રોજ જાહેર થયેલ છે, જેથી હોળી તારીખ 13-03-2025ના રોજ થનાર હોઈ ફક્ત ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવેલ છે. જે મુજબ ધોરણ-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા તા.27-02 થી 17-03 દરમ્યાન યોજાશે. આમ ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સુધારેલ કાર્યક્રમ બોર્ડની બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર મૂકવામાં આવેલ છે, જેની નોંધ લાગુ પડતા તમામ વિદ્યાર્થીઓએ, વાલીઓએ તથા શાળાના આચાર્યઓએ લેવી તેમ જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: GPSCની પ્રાથમિક પરીક્ષાની તારીખ બદલાઇ; જાણો કેમ કરવો પડ્યો ફેરફાર?

આ પણ વાંચો: સરકાર દ્વારા પોલીસ ભરતીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો, જાણો ક્યારે લેવાશે પરીક્ષા

આ પણ વાંચો: NEET પરિક્ષાની તારીખમાં ફેરફાર થવાની શક્યતા,સપ્ટેમ્બરમાં યોજાઇ શકે છે