gujcet exam/ GUJCET પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર, ઓનલાઈન ભરી શકાશે ફોર્મ

Gujarat News :GUJCET ની પરીક્ષા અંગે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. GUJCET (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) 2025ની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે.

Gujarat Gandhinagar Education Breaking News

Gujarat News : વિદ્યાર્થીઓ 17 ડિસેમ્બરથી સત્તાવાર વેબસાઇટ gseb.org પર ઓનલાઇન આવેદન પત્ર ભરી શકશે. 31 ડિસેમ્બર સુધી આ વેબસાઇટ કાર્યરત રહેશે. 17 ડિસેમ્બરથી ઉમેદવારો બોર્ડની વેબસાઇટ પરથી ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર રહેશે.

ગુજકેટ(GUJCET)ની પરીક્ષા 3 કલાક માટે લેવામાં આવશે. આ પરીક્ષા ત્રણ ભાષા અંગ્રેજી(English), હિન્દી(Hindi) અને ગુજરાતી(Gujarati)માં લેવામાં આવશે. પ્રશ્નપત્ર કુલ 120 માર્કસનું હશે, જેમાંથી 40 પ્રશ્નો ભૌતિકશાસ્ત્રના, 40 પ્રશ્નો રસાયણશાસ્ત્રના અને 40 પ્રશ્નો ગણિતના પૂછવામાં આવશે. સાચા જવાબો માટે એક માર્ક આપવામાં આવશે, જ્યારે ખોટા જવાબો માટે 0.25 માર્કસ કાપવામાં આવશે. આ પરીક્ષા અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં લેવામાં આવશે.

બોર્ડના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે દર વર્ષે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે છે. ગુજકેટનો અભ્યાસક્રમ NCERT ધોરણ 12 ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત અને જીવવિજ્ઞાનના પાઠ્યપુસ્તકો પર આધારિત હોય છે, જે વિદ્યાર્થીઓ ફાર્મસીમાં પ્રવેશ લેવા માગે છે તેઓ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન પરીક્ષા અને જે વિદ્યાર્થીઓ B.Tech માં પ્રવેશ લેવા ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથેમેટિક્સની પરીક્ષા આપવી પડશે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં પ્રથમ વખત ધો.10 ના વિદ્યાર્થીઓની પ્રી-બોર્ડ પરીક્ષાનું આયોજન

આ પણ વાંચો: GPSC ની તૈયારીઓ કરતાં ઉમેદવારો માટે ખુશખબર, પરીક્ષાની તારીખો જાહેર

આ પણ વાંચો: ગુજરાત બોર્ડે ધોરણ 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાની તારીખ બદલી….