સૌથી વધુ રાહ જોવાતી ક્ષણ આખરે આવી પહોંચી છે જયારે પ્રિયાંક શર્માએ લીધી બિગ બોસના ઘરમાં ફરીથી એન્ટ્રી. ફેન્સની ખુશીનો પાર નહિ રહે જયારે તેમને જોવા મળશે બિગ બોસના ઘરમાં ફરી એક વાર પ્રિયાંક શર્મા. પ્રિયાંકના ફેન્સ જે તત્પર છે પ્રિયાંકને શૉમાં પાછો જોવા માટે તે લોકો આજનો એપીસીઓડ જોઈને ખુશખુશાલ બની જશે. પ્રિયાંકની એન્ટ્રી સાથે જ તેના ફ્રેંડ્સ બેનફાશા અને વિકાસની ખુશીનો પાર ન રહ્યો હતો.
જયારે બેનાફશાએ પ્રિયાંકને ઘરમાં એન્ટ્રી કરતા જોયો કે તરત જ તે દોડીને તેને ભેટી પડી હતી. વિકાસને વિશ્વાસ નહોતો થતો કે પ્રિયાંક જે તેના લીધે ઘરમાં થી એલિમિનેટ થયો હતો તે ફરી ઘરમાં આવી પ્હોંચયો છે. ઘરનું વાતાવરણ નોર્મલ થતા વિકાસ પ્રિયંકને કહે છે કે તે ઘરમાં કોઈની ઉપર વિશ્વાસ નથી કરતો જેમાં પ્રિયાંક પણ કહે છે કે તે બેનાફશાથી થોડો નારાજ પણ છે.
