Surat News/ સુરતમાં પરીણિત પ્રેમીપંખીડાએ તાપીમાં ઝંપલાવ્યું

સુરતમાં પરીણિત પ્રેમીપંખીડાએ (Lovebird) તાપી(Tapi) માં ઝંપલાવ્યું હતું. પ્રેમીનો મૃતદેહ સુરતના અડાજણમાંથી મળ્યો હતો. જ્યારે પ્રેમિકાનો મૃતદેહ પાંચ દિવસ બાદ મળ્યો હતો.

Gujarat Surat Breaking News

Surat News: સુરતમાં પરીણિત પ્રેમીપંખીડાએ (Lovebird) તાપી(Tapi) માં ઝંપલાવ્યું હતું. પ્રેમીનો મૃતદેહ સુરતના અડાજણમાંથી મળ્યો હતો. જ્યારે પ્રેમિકાનો મૃતદેહ પાંચ દિવસ બાદ મળ્યો હતો. પરવત પાટિયાથી ભાગીને મગદલ્લા બ્રિજ પરથી ઝંપલાવ્યું હતું. લગ્ન બાદ પણ પ્રેમી પંખીડા પ્રેમને ભૂલી શક્યા ન હતા.

ભાગેલા પ્રેમીપંખીડામાં પ્રેમીનો મૃતદેહ ચોથા દિવસે સુરતના અડાજણમાંથી મળ્યો હતો. જ્યારે પ્રેમિકાનો મૃતદેહ પાંચ દિવસ બાદ મળ્યો હતો. સુરતના પરવત પાટિયાથી ભાગીને તેઓએ ઓએનજીસી મગદલ્લા બ્રિજ પરથી ઝંપલાવ્યું હતું.

આત્મહત્યા કરનારો યુવક રાકેશ મજૂરીકામ કરીને કુટુંબનું ગુજરાન ચલાવતો હતો. રાકેશને લગ્ન પહેલા વિલાસ સંજય વાઘેલા સાથે પ્રેમ હતો. પ્રેમિકાએ અન્યત્ર લગ્ન કરી લેતા રાકેશ પણ પરણી ગયો હતો. લગ્નના દોઢેક વર્ષ બાદ રાકેશ અને તેની પ્રેમિકા ફરીથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. લગ્ન બાદ રાકેશ અને વિલાસ બંને તેમના પ્રેમને ભૂલી શક્યા ન હતા. આમ તેમનો પ્રેમ લગ્ન પછી પણ સંપર્ક થતાં પરવાન ચઢ્યો હતો. પણ તેમને લાગ્યું કે તેઓ ફરીથી એક નહીં થઈ શકે તેના લીધે તેઓએ આત્મહત્યા કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત ભાજપ મહિલા મોર્ચા નેતા દિપીકા પટેલની આત્મહત્યાનું રહસ્ય ઘેરાયેલું

આ પણ વાંચો:  સુરતમાં દિકરાને ઝેરી દવા પીવડાવીને માતાની આત્મહત્યા

આ પણ વાંચો: સુરતના મહુવાની યુવતીની લગ્ન પછી યુએસ ગયાના ત્રણ જ મહિનામાં આત્મહત્યા?