BZ Group Scam : હિંમતનગર(Himatnagar)માં એક પ્રિન્સિપાલની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે, તેણે એજન્ટ તરીકે કામ કરીને અનેક લોકોને BZ ગ્રૂપ સ્કીમ રોકાણ કરવા માટે પ્રેર્યા હતા. માત્ર પ્રિન્સિપાલ જ નહીં, પરંતુ અન્ય શિક્ષકો પણ આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાની શંકા સેવાઈ રહી છે. શિક્ષકોની સામાજિક પ્રતિષ્ઠાનો ગેરલાભ ઉઠાવીને લોકોને છેતરવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
BZ કૌભાંડ કેસમાં એજન્ટોના કનેક્શન અંગે CID ક્રાઈમની તપાસ હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા(Sabarkantha) અને અરવલ્લી(Arvalli)માં એજન્ટોને ત્યાં જુદી-જુદી ટીમની સતત તપાસ હાથ ધરવામાં આવી છે. હિંમતનગર(Himatnagar)માં એજન્ટ ધવલ પટેલ(Dhaval Patel)ના સંબંધી પ્રિન્સિપાલની પૂછપરછ કરાઈ છે. શિક્ષકોને વિશ્વાસમાં લઈને CID ક્રાઈમે અપીલ કરી છે કે, જે શિક્ષકોએ આ સ્કીમમાં રોકાણ કર્યું હોય અથવા અન્યોને રોકાણ માટે પ્રેર્યા હોય તેઓ સ્વૈચ્છિક રીતે સામે આવે. તપાસ એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે, આ તપાસનો હેતુ રોકાણકારોના પૈસા વસૂલ કરવાનો નથી પરંતુ ગુનેગારોને પકડીને કાયદા દ્વારા શિક્ષા કરવાનો છે.
CIDની ટીમો હાલમાં શાળાઓમાં જઈને શિક્ષકોની પૂછપરછ કરી રહી છે. શાળાઓમાં નોટિસો આપીને શિક્ષકોને માહિતી આપવા માટે પ્રેરિત કરવામાં આવી રહી છે. પ્રિન્સિપાલે હિંમતનગર(Himatnagar) અને અમદાવાદ(Ahmedabad) બંને જગ્યાએથી લોકોને રોકાણ માટે પ્રેર્યા હતા. અન્ય એજન્ટો પણ શિક્ષકો અને સમાજના અન્ય પ્રભાવશાળી વ્યક્તિઓ હોઈ શકે છે. આગામી દિવસોમાં આ કેસમાં નવા ખુલાસા થવાની શક્યતા છે. BZ કૌભાંડ કેસમાં શિક્ષકોની સંડોવણી સામે આવતા તપાસમાં નવી દિશા મળી છે. CID ક્રાઈમ આ કેસમાં કડક કાર્યવાહી કરવા માટે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: BZ કૌભાંડમાં શિક્ષકો બાદ ગાંધીનગર અને અમદાવાદના અધિકારીઓની સંડોવણી
આ પણ વાંચો: BZ કૌભાંડ મામલે સૌથી મોટો ચોંકાવનારો ઘટસ્ફોટ, હજુ પણ કેટલાય એજન્ટો વોટ્સએપ પર સક્રિય
આ પણ વાંચો: BZ કોભાંડ વચ્ચે જિલ્લાના શિક્ષણાધિકારી રજા પર…! શિક્ષણ વિભાગની કચેરીઓમાં મોટાભાગના ટેબલો ખાલી…
