Japan News: જાપાનની ટેક્નોલોજી, સભ્યતા અને સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતો જાપાનનો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકોની જીવનશૈલી અને ત્યાંની જાહેર સેવાઓ બતાવવામાં આવી છે. આ વીડિયો જોઈને તમે સમજી શકશો કે આ જ જાપાનની પ્રગતિનું રહસ્ય છે. નાનપણથી જ ત્યાંના લોકોમાં શિસ્ત બંધાઈ ગઈ છે. ત્યાંના લોકો હંમેશા રાષ્ટ્રહિત માટે કામ કરે છે. કદાચ આ જ કારણથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવા છતાં પણ આજે જાપાન શક્તિશાળી દેશોની હરોળમાં મજબૂતીથી ઊભું છે.
જાપાનમાં પ્લેટફોર્મ સિક્યોરિટી જોઈને તમે સમજી શકો છો કે અહીં રહેતા દરેક વ્યક્તિનું જીવન કેટલું મૂલ્યવાન છે. જાપાનમાં, બાળકોને સૌથી પહેલા શિસ્તનો પાઠ શીખવવામાં આવે છે. જાપાનમાં ગ્રાહક સેવા આ સ્તરની છે, જે વીડિયો જોઈને તમે સમજી શકો છો કે ત્યાંના ગ્રાહકો ખરેખર ભગવાન જેવા છે. જાપાનમાં ગ્રાહક સેવાની પોતાની એક અલગ શૈલી છે. જ્યારે તમને જાપાનના સબવે સ્ટેશન પર મદદની જરૂર હોય, ત્યારે ગ્રાહક સેવા સહાયક માટે દિવાલમાંથી બહાર આવે છે. જાપાનના આવા શિસ્તબદ્ધ લોકો તમને કોઈ બિજા દેશમાં જોવા નહીં મળે.

જાપાનમાં દરેક જાહેર શૌચાલયમાં ઓટોમેટિક ક્લીનર જેવી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. જે તેની મુલાકાત લેનાર દરેક વ્યક્તિ માટે શૌચાલયને સ્વચ્છ, શુષ્ક અને તાજું રાખે છે. જાપાની ઘરોમાં ફ્લશ ટોઇલેટમાં ઘણીવાર ટોચ પર સિંક હોય છે. જેમાં તમે તમારા હાથને પાણીથી ધોઈ શકો છો, ત્યારબાદ તમે ફ્લશિંગ માટે તે પાણીનો ફરીથી ઉપયોગ કરી શકો છો. આ વિચાર દ્વારા જાપાન દર વર્ષે લાખો લીટર પાણીનો બગાડ થતો બચાવે છે.

જાપાને સદીઓથી ભૂકંપનો સામનો કર્યો છે, તેથી આજે આ દેશમાં બનેલી ભૂકંપ પ્રતિરોધક ઈમારતો અને મકાનો એવા સ્તરે બાંધવામાં આવ્યા છે કે તેમને ભૂકંપની અસર ન થાય. આ ટેકનોલોજી 1983 માં રજૂ કરવામાં આવી હતી. આ ઇમારતોને ભૂકંપ પ્રતિરોધક બનાવવા માટે આંચકા-શોષક રબર-બેરિંગ આઇસોલેટર અને મેટલ ડેમ્પર્સના સ્તરો સાથે કંક્રિટની ઇમારતો અને રસ્તાઓ બનાવવામાં આવે છે. આ એટલા માટે કરવામાં આવે છે કારણ કે જ્યારે ભૂકંપ આવે છે, ત્યારે આ ઇમારતોની અંદર નાખવામાં આવેલા રબર-બેરિંગ આઇસોલેટર પેડ્સ ઇમારતોને બદલે તે હલી જાય છે.

અને વાત કરીએ માઉન્ટ ફુજી પર્વતની તો એ જાપાનનો સૌથી ઊંચો પર્વત છે. આ દેશનું ગૌરવ છે. અને જાપાનના લોકો આદરપૂર્વક તેને ફુજી સાન પણ કહે છે. આ એક જાપાની જ્વાળામુખી છે. જે જાપાની સંસ્કૃતિમાં વિશેષ સ્થાન ધરાવે છે. દર ઉનાળામાં અંદાજે 200,000 થી 300,000 લોકો માઉન્ટ ફુજી પર ચઢે છે. અહીં સૂર્યોદય સમયે પર્વત શિખર પર ચઢવું ખૂબ જ લોકપ્રિય છે. જે લોકો તેને ચઢવા માંગે છે તેઓ ઘણી વખત એક દિવસ પહેલા ચઢવાનું શરૂ કરે છે. અને પહાડ પરના લોજમાં રાત રોકાઈ જાએ છે, પછી બીજા દિવસે સવારે વહેલા ઉઠી અને ક્ષિતિજ પર સૂર્યનો ઉદય જોવા માટે પર્વત પર ચઢવાનું શરૂ કરી દેતા હોએ છે. જેથી સૂર્યને ક્ષિતિજ પર ઉગતા જોઈ શકીએ છીએ.
આ પણ વાંચો:ઉત્તર કોરિયાએ સંદિગ્ધ બેલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરી,જાપાને કર્યો દાવો
આ પણ વાંચો:બધે બાખડતા ચીન અને ઉત્તર કોરીયાનો જાપાને શોધી કાઢ્યો વળતો ‘જવાબ’
આ પણ વાંચો:જાપાને ‘મૂન સ્નાઈપર’ને સફળતાપૂર્વક ચંદ્ર પર લેન્ડિંગ કરાવીને રચ્યો ઇતિહાસ
