Ahmedabad News : અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આવતા જતા વાહનચાલકોને પોલીસ, હોમગાર્ડ અને TRB ના જવાન અટકાવીને લાઈસન્સ, સીટબેલ્ટ, પી.યુ.સી., રોંગ સાઇડ, નો-પાર્કિંગ, ઓવર લોડીંગ વિગેરે જુદા જુદા બહાના હેઠળ વાહન ચાલકો પાસેથી મેમો નહીં આપવા બદલ રૂ.૧૦૦ થી રૂ.૨૦૦૦ સુધીની લાંચની માંગણી કરતા હોવાની માહિતી ACB ને મળી હતી.
જેને આધારે પોલીસે એક ખાનગી વ્યક્તિને આયસર ગાડી લઈને મોકલ્યો હતો. જેમાં નારોલ સરખેજ રોડ, શાસ્ત્રીબ્રિજના છેડે તેને એમ ટ્રાફિક ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દશરથભાઈ રામલાલ પટણી અને એમ ટ્રાફિક ડિવિઝન પોલીસ સ્ટેશનમાં TRB તરીકે ફરજ બજાવતા અશોકકુમાર ચતુરભાઈ પગીએ આ ખાનગી વ્યક્તિને અટકાવીને સીટબેલ્ટનો મેમો ન ફાડવાના બદલામાં રૂ.200 ની લાંચ માંગી હતી. જોકે ત્યાં હાજર ACB ની ટીમે બન્ને જણાને લાંચ લેતા ઝડપી લીધા હતા.
આ પણ વાંચો:અમદાવાદમાં બેંક લોન નહીં ચૂકવતા HTAPના માલિકો સામે નોંધાયો ગુનો, 19 કરોડથી વધુની મિલકતો ટાંચમાં
આ પણ વાંચો:અમદાવાદમાં લુખ્ખાઓનો આતંક: પોલીસની હાજરીમાં તલવાર વડે હુમલાની ઘટના, લુખ્ખાઓની કરાઈ ધરપકડ
આ પણ વાંચો:અમદાવાદ સિવિલ મેડિસિટીના ડેવલપમેન્ટના અંદાજીત રૂ. ૮૪૦ કરોડના માસ્ટર પ્લાનનું આયોજન
