Sabarkantha News/ વિજયનગરમાં 1092 વિદેશી દારૂ બોટલ સાથે ધરપકડ, રૂ. 9.91 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજ્યમાં 31st ની ઉજવણીને લઈને દારૂની લઈ આવ્યો હોવાની શંકા, પોલીસે વિદેશી દારૂની 1092 બોટલની સાથે એક આરોપીની ધરપકડ કરી અને ફરાર સાથી આરોપીની શોધખોળ કરાશે

Gujarat Others Breaking News

Sabarkantha News : સાબરકાંઠાના વિજયનગર તાલુકાના રાણી ચેકપોસ્ટ પર પોલીસે ગઈકાલે રાત્રે એક વ્યક્તિને 1092 બોટલ વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રૂ. 9.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, વિજયનગર પોલીસે 31stના તહેવારોમાં વિદેશી દારૂની હેરાફેરી રોકવા માટે ચેકપોસ્ટ પર ખાસ વોચ ગોઠવી હતી. આ દરમિયાન રાજસ્થાન તરફથી આવતા એક ડાલુ(નાના ટ્રક)ને રોકીને તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન ડાલુના ગુપ્તખાનામાંથી 1092 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.

ડીસેમ્બર અંતિમ દિવસોમાં જલસા માટે પરપ્રાંતમાંથી લવાતા વિદેશી દારૂની હેરફેરી રોકવાના ભાગરૂપે વિજયનગર PSI વાય. બી. બારોટે પોતાના સાથી કર્મચારીઓ સાથે રાણી ચેકપોસ્ટ આગળ  ખાસ વોચ  ગોઠવવામાં આવતાં રાજસ્થાન તરફથી આવતા ડાલુને રોકીને એની તલાશી લેતા  ડાલુના ગુપ્તખાનામાં સંતાડેલો ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ- ૧,૦૯૨ કુલ કિ.રૂ. ૨,૮૯,૦૯૨/- નો  જથ્થો, રૂ. 5 લાખનું ડાલુ અને 2 હજારનો મોબાઈલ મળી કુલ રૂ. 9.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે ડાલુ ચાલક હેમંતકુમાર દરંગાને ઝડપી પાડ્યો છે. જ્યારે તેનો સાથી નારાયણડી નગેન્દ્ર વડેરા ફરાર છે. પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

@ લલિત ડામોર, Mtv, વિજયનગર, સાબરકાંઠા


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: સાબરકાંઠાના વિજયનગરમાં વૃદ્ધને ઝોળીમાં લઈ જવાની ફરજ પડતા ચકચાર

આ પણ વાંચો: વિજયનગરમાં આત્મહત્યાની ઘટના, 22 વર્ષીય યુવાને અગમ્ય કારણોસર કરી આત્મહત્યા, મૃતક સોમાજી નિનામા ચંદવાસા ગામનો રહેવાસી, મૃતક યુવક 19 ઓગસ્ટે થયો હતો ગુમ,

આ પણ વાંચો: સાબરકાંઠામાં PI અને PSIની આંતરિક બદલી જિલ્લા પોલીસ વડા વિજય પટેલે કર્યા બદલીના હુકમો હિંમતનગર પેરોલ ફર્લો PSIની તલોદ પો. સ્ટેશનમાં બદલી પ્રાંતિજ PSIની વિજયનગર પોલીસ