Ahmedabad News/ બાવળા-બગોદરા હાઈવે પર સર્જાયો ગોઝારો અકસ્માત, 2નાં મોત, ઈજાગ્રસ્તો સારવાર હેઠળ

બાવળા-બગોદરા હાઈવે પર બે ટ્રક અથડાતા હોનારત સર્જાઈ હતી.

Top Stories Ahmedabad Gujarat Rajkot Breaking News

Ahmedabad News: અમદાવાદમાં મોડી રાત્રે બાવળા-બગોદરા હાઈવે (Bavla- Bagodra Highway) પર ગોઝારો અકસ્માત (Accident) સર્જાતા 2 લોકોના મોત થયા છે અને 2 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. બાવળા-બગોદરા હાઇવે પર કાપડના ટ્રકનું ટાયર ફરી વળા ભમાસરા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. ટ્રક સાથે અથડાતા 4 ભારે વાહનોનો અકસ્માત સર્જાયો હતો. ટ્રક અથડાતા ભીષણ આગ ફાટી નીકળી હતી. સ્થાનિકોએ તુરંત પોલીસને અને ફાયર વિભાગને જાણ કરી દીધી હતી. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.

બાવળા-બગોદરા હાઈવે પર બે ટ્રક અથડાતા હોનારત સર્જાઈ હતી. જેમાં આગ ફાટી નીકળતા ડ્રાઈવર અને એક પેસેન્જરનું મોત થયાનું જાણવા મળ્યું છે. આ ટ્રકોમાં ઘઉં અને ચોખાની બોરીઓ ભરેલી હતી. જેમાં કાપડ ભરેલી ટ્રક ચોટીલાથી અમદાવાદ જતી હતી. આ ટ્રક ચોટીલામાં રણછોડભાઈ રબારીની કંપનીની ટ્રક હતી. ટ્રકનો જૂનો ડ્રાઈવર પ્રદીપભાઈ રજા પર ગયો હતો તો તેમની જગ્યાએ કમલભાઈ આવ્યા હતા. પરંતુ ટ્રકનો અકસ્માત થતાં કમલભાઈનું મોત નિપજ્યું છે. હાલ બંને મૃતકોના પરિવારને તેની જાણ કરી દેવાઈ છે. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. ફાયરબિગ્રેડે આગ પર કાબૂ મેળવી લીધો છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડી દેવાયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભીમતાલમાં મોટો અકસ્માત, આમદલી પાસે ઉંડી ખાઈમાં પડી રોડવેઝની બસ, 4ના મોત

આ પણ વાંચો:બ્રાઝિલમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ અને ટ્રકની ટક્કર; 22 લોકોના મોત

આ પણ વાંચો:વડોદરામાં ટેમ્પો ચાલકની બેદરકારીએ સર્જયો અકસ્માત, માસુમનો લીધો જીવ