Patan News: પાટણ (Patan)ની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી (Hemchandracharya University)માં દારુ કાંડ (liquor scam) મામલે આજે નવો વળાંક આવ્યો. આજે 8 દિવસ બાદ કોંગ્રેસના આગેવાનો (Congress leaders) અચાનક પોલીસ સમક્ષ હાજર થતાં અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યા છે. યુનિવર્સિટી ખાતે કોંગ્રેસ, NSUI અને MLA ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલની ભૂખ હડતાલ બાદ કેમ્પસમાં ધક્કા-મુક્કી સાથે લાફાકાંડની ઘટના બનવા પામી હતી. યુનિ. કેમ્પસમાં વિદ્યાર્થીઓ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે હંગામો થયો હતો. આ ઘટનાને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા કેટલીક વ્યક્તિઓની અટકાયત કરાઈ હતી. જ્યારે એ સમયે કિરીટ પટેલ સહિતના અન્ય આગેવાનોએ પોલીસ તપાસમાં સહયોગ ના આપતો પોતાની મનમાની કરી હતી.
ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં યુનિવર્સિટીની હોસ્ટેલમાં બાસ્કેટ બોલના ખેલાડીઓએ દારૂની મહેફિલની મોજ કરી હતી. દરમ્યાન જ્યારે હોસ્ટેલના રેકટર દ્વારા ખેલાડીઓને રોકવામાં આવ્યા ત્યારે તેમના પર હુમલો કર્યો હતો. ખેલાડીઓએ રેકટરને રૂમમાં પૂરી દેવા તેમજ તેના પર મર્સિડીઝ બેન્ઝ કાર ચડાવવા પ્રયાસ કર્યો હતો. જેના બાદ ખેલાડીઓની આ હરકતને લઈને તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદની સાથે યુનિવર્સિટીમાં કેટલાક મુદ્દાઓના ઉકેલ લાવવાની MLA કિરીટ પટેલ અને NSUIના કાર્યકર્તા દ્વારા ચીમકી અપાતા કેમ્પસમાં ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. ત્યારે કોંગ્રેસ નેતા કિરીટ પટેલ અને NSUIના કાર્યકર્તા તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.
હડતાળ દરમ્યાન ડેપ્યુટી રજિસ્ટ્રાર અને ધારાસભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. તેમજ NSUI કાર્યકર અને મામલો થાળે પાડવામાં આવેલ પોલીસ વચ્ચે લાફાકાંડ થતા મામલો વધુ બિચકયો અને પોલીસ સ્ટેશન સુધી પંહોચ્યો હતો. પોલીસે કેટલાક તત્ત્વોની અટકાયત કરી હતી પરંતુ કિરીટ પટેલ અને ચંદનજી ઠાકોર તેમજ અન્ય આગેવાનો પોલીસને સહકાર આપ્યો નહોતા. ત્યારે આજે 8 દિવસ બાદ પાટણના MLA કિરીટ પટેલ, ચંદનજી ઠાકોર પોલીસ સ્ટેશન હાજર થઈ ગયા. તેમજ જિલ્લા પ્રમુખ ઘેમર દેસાઈ પણ વહેલી સવારે પોલીસ સ્ટેશન પહોચ્યા હતા. તમામ આગેવાનો પાટણ બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. આ મામલામાં આજે પાટણની કોર્ટમાં આગોતરા જામીનની મુદ્દત હતી ત્યારે 8 દિવસ બાદ અચાનક તમામ આગેવાનો હાજર થતા શહેરમાં અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યા.
આ પણ વાંચો:સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા લોકો ટ્રાફિક કાયદાઓનું પાલન કરે તે માટે લેવાયા કડક પગલાં
આ પણ વાંચો:સુરતમાં ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી
આ પણ વાંચો:સુરત ટ્રાફિક પોલીસની ક્રેઈનના કર્મચારીની દાદાગીરી આવી સામે
