Jamnagar News/ પ્રાકૃતિક કૃષિ અભિયાન હેઠળ ઉમિયાધામ સીદસર ખાતે રાજ્યપાલ દ્વારા વિરાટ કૃષિ સંમેલનનું ઉદ્ઘાટન

જામનગરના સિદસર ખાતે માતાજીના પ્રાગટ્યના ૧૨૫ વર્ષ થયા છે ત્યારે આ માત્ર જન્મોત્સવ નહીં પરંતુ સમાજોત્કર્ષનું પર્વ, રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પ્રાકૃતિક કૃષિ અને સાંસ્કૃતિ વિશે શું કહ્યું જાણો.

Gujarat Others Breaking News

Jamnagar News : જામનગરના જામજોધપુર તાલુકાના ઉમિયાધામ અને સીદસર ખાતે આજે સવા શતાબ્દી મહોત્સવની ઉજવણી અંતર્ગત વિરાટ કૃષિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક મૂલ્યો પર આલોક પાડતા જણાવ્યું કે, આપણી સંસ્કૃતિમાં માતૃશક્તિનું અનમોલ સ્થાન છે અને ‘માતૃદેવો ભવ:’ ની સંસ્કૃતિએ સમાજમાં સુખ, સમૃદ્ધિ અને સંતુલન સ્થાપિત કરવાનો સંદેશ આપ્યો છે.

સિદસર ખાતે માતાજીના પ્રાગટ્યના ૧૨૫ વર્ષ થયા છે ત્યારે આ માત્ર જન્મોત્સવ નહીં પરંતુ સમાજોત્કર્ષનું પર્વ છે. સમાજની આવનાર પેઢીઓમાં સંસ્કાર સિંચન અને વિદ્યાદાન હેતુ રાજકોટ, અમદાવાદમાં વિવિધ શૈક્ષણિક સંકુલો સ્થાપિત કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ ઉત્સવ નિમિત્તે આયોજિત સંમેલનોમાં વિચાર-વિમર્શ દ્વારા કુરીવાજ નિર્મૂલન અને સમાજ ઉત્કર્ષ માટે આ સમાજની પ્રતિબદ્ધતા જોવા મળે છે.

રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિ માટે રાજ્ય સરકારના પ્રયત્નો અને તેના લાભો અંગે પણ ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ એ એકમાત્ર વિકલ્પ છે જે જમીનની ગુણવત્તાને સુધારે છે અને ખોરાકમાં પોષક તત્ત્વોને જાળવે છે. ઓર્ગેનિક કાર્બન એ ખેડૂતના ખેતરનો પ્રાણ છે. જો જમીનનો ઓર્ગેનિક કાર્બન ૦.૫ ટકાથી નીચે જાય તો એ જમીન બંજર-વેરાન થઈ ચૂકી છે એમ કહી શકાય.

ગુજરાતનો ઓર્ગેનિક કાર્બન ૦.૨ ટકા છે. એટલે કે આપણી જમીન બંજરની કેટેગરીમાં આવે છે એ સ્પષ્ટ છે. જો આ જ પ્રમાણે યુરિયા, ડી.એ.પી.નો ઉપયોગ કરતા રહીશું તો આગામી ૪૦ થી ૫૦ વર્ષમાં આપણી કૃષિની જમીન પથ્થર સમાન બની જશે એમાં શંકાને કોઈ સ્થાન નથી તેમ સીદસર ખાતે રાજ્યપાલશ્રીએ કહ્યું હતું. રાજ્યપાલએ પાણીની બચત, પર્યાવરણની રક્ષા, જમીન અને દેશી ગાયની રક્ષા, રોગમુક્ત સ્વસ્થ જીવન અને ખેતી-ખેડૂતના સર્વાંગી કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા રાજ્યના ખેડૂતોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો પર ભાર મૂક્યો હતો.

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે પ્રાકૃતિક કૃષિ પર ભાર મુકતાં જણાવ્યું હતું કે આવનારી પેઢીને સ્વચ્છ અને સ્વસ્થ ભવિષ્ય આપવું હશે તો આજથી જ પ્રાકૃતિક કૃષિ તરફ વળવું અનિવાર્ય છે. પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત પાકો માનવ સ્વાસ્થ્યને મજબૂત રાખવાની સાથે દેશના વિકાસમાં પણ અમૂલ્ય ફાળો આપે છે. પર્યાવરણ જાળવણી, ઝેરમુક્ત ખોરાક, ગૌ સંવર્ધન અને કૃષિ સમૃદ્ધિ આ તમામ બાબતો પ્રાકૃતિક ખેતીથી શક્ય બને છે.

સાંસદ પરષોત્તમભાઈ રૂપાલાએ પણ કૃષિ અને ખેડૂતની વિદ્યા અને ટેકનોલોજી વચ્ચેના સંકલનની મહત્વતા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે, નવા આદ્યુક્ત કૃષિ સંશોધનો અને ટેકનોલોજીથી ખેડૂતોની સ્થિતિમાં સુધારો થયો છે. ખેડૂતોની મહેનત, સરકારની નીતિઓ અને વૈજ્ઞાનિકોના સંશોધનોથી આપણો દેશ આજે અન્નનો ભંડાર બન્યો છે.

આ પ્રસંગે ધારાસભ્યો દુર્લભજી દેથરીયા, મહેન્દ્ર પાડલીયા, પ્રકાશ વરમોરા, રમેશ ટિલાળા, ઉમિયાધામ ટ્રસ્ટના ચેરમેન  મૌલેશ ઉકાણી, પ્રમુખ જયરામવાંસજાળીયા, આગેવાન સર્વ પુનિત ચોવટીયા, બી.એચ.ઘોડાસરા, જગદીશકોટડીયા, ગોવિંદ વરમોરા, સી.કે.પટેલ, મગનજાવીયા, જયેશ પટેલ સહિત બહોળી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. અને વિવિધ સામાજિક આગેવાન, ધારાસભ્યો અને અનેક ઉપસ્થિત સભ્યોએ સંમેલનમાં ભાગ લીધો હતો. રાજ્યપાલએ દાતાશ્રીને સન્માનિત કરી તેમની પ્રશંસા કરી હતી.

@ સાગર સંઘાણી, Mtv, જામનગર


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી નવી યોજના અમલમાં મૂકી

આ પણ વાંચો: સુરેન્દ્રનગર કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી “પ્રાકૃતિક કૃષિ” ફાર્મની મુલાકાતે

આ પણ વાંચો: ગાંધીનગરમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક યોજાઇ