Gandhinagar News : BZ ગ્રૂપના કૌભાંડમાં 17.11.2024 ના રોજ કુલ સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં 28.12.2024ના રોજ મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે ઝાલાના 4.1.2025 સુધીના સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.આરોપી ભુપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાને રોકાણકારોએ કુલ કેટલુ રેકાણ કરેલ છે તે બાબતે પુછતા તેણે રોકાણકારોની વિગતો ઓનલાઈન વેબસાઈટ BRTRADE.in ઉપર રોજેરોજ એન્ટ્રીઓ કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું.
પોલીસે આ BRTRADE.in ના ડેટા મેળવતા BZ GROUP માં કુલ આશરે 11,000 રોકાણકારોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હોવાની માહિતી મળી હતી.તે સિવાય આરોપી ઝાલાની વિરૂધ્ધમાં 27.11.2024 ના રોજ ફરિયાદ દાખલ થઈ તે દિવસે મધ્યપ્રદેશ બગલામુખી ખાતે ગયો હતો અને ત્યાંથી પોતાનો ફોન સ્વીચ ઓફ કરીને રાજસ્થાનમાં આશરે 15 દિવસ રોકાયો હતો. બાદમાં અન્ય સાગરીતોનો સંપર્ક કરીને મહેસાણા જિલ્લાના દવાડા ગામ ખાતે ફાર્મ હાઉસ પર 14 દિવસ રોકાયો હોવાનું બહાર આવ્યું હતું.
તે સિવાય ભુપેન્દ્રસિંહ ઝાલા પાસે તેના 4 જુના મોબાઈલ ફોન તેમજ ગુનો દાખલ થયા બાદ નવા 4 મોબાઈલ ફોન ખરીદીને નવા 3 સીમકાર્ડ મેળવીને 3 નવા ડોંગલ દ્વારા વોટ્યએપ કોલથી તેના સાગરીતોનો સંપર્ક કર્યો હોવાનું ખુલ્યું હતું. ઉપરાંત ઝાલાના મોબાઈલમાંથી BZ GROUP ના મુખ્ય એજન્ટોના નંબરો વોટ્સએપ ચેટની વિગતો મળી હતી. ઝાલાની પુછપરછ દરમિયાન BZ FINANCIAL SERVICES ની કુલ 17 શાખાઓ ખોલી હોવાનું જણાયું હતું. જેમાં પ્રાંતિજ શાખા, હિંમતનગર, વિજાપુર, પાલનપુર, રાયગઢ, ભીલોડા, ખેડબ્રહ્મા, ગાંધીનગર, રણાસણ, મોડાસા, માલપુર, લિણાવાડા, ગોધરા, બાયડ, વડોદરા, ડુંગરપુર(રાજસ્થાન), રાજુલા(અમરેલી) શાખાઓનો સમાવેશ થાય છે. આ શાખાઓ દ્વારા તેણે રોકાણકારોના કરોડો રૂપિયા ઉઘરાવી લીધા હોવાનું તપાસમાં ખુલ્યું છે.
તે સિવાય ભુપેન્દ્રસિંહ ઝાલાએ 17 થી 18 મિલ્કતો વસાવી હોવાનું પણ જણાઈ આવ્યું છે. આ ગુનામાં અત્યારસુધીમાં કુલ 8 આરોપીની ધરપકડ થઈ છે. હાલમાં પોલીસ આ ગુનાના આરોપીઓ, કેમના પરિવારની તેમજ આ સાથે સંકળાયેલા એજન્ટોની સ્થાવર અને જંગમ મિલક્તો જેમાં શેર ક્રિપ્ટો કરન્સી વગેરેની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો:હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાંથી ગણતરીની મિનિટોમાં એમ્બ્યુલન્સની ચોરી
આ પણ વાંચો:અમદાવાદ સિવિલની બહાર એમ્બ્યુલન્સની લાઇન ઓછી થતી નથી, કોરોનાની વાસ્તવિકતાના જુઓ દ્રશ્યો
આ પણ વાંચો:સુરતમાં 20 દિવસ પહેલા રાખેલા નોકરે કરી 1.27 લાખ રોકડાની ચોરી
