અમદાવાદ,
ગુજરાત ચૂંટણીને લઇને રાજકીય ચહલપહલ વધી ગઇ છે. અમદાવાદમાં આજે નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી(એનસીપી) ની કોર કમિટીની અગત્યની મીંટીંગ મળી હતી.આ મીંટીંગમાં એનસીપી ગુજરાતમાંથી કેટલી સીટો પરથી લડશે તે અંગે ચર્ચાઓ થઇ હતી. સુત્રોની જાણકારી પ્રમાણે આ મીટીંગમાં એનસીપીએ સંભવિત 40થી 50 જેટલા ઉમેદવારોના નામ પર ચર્ચાઓ કરી હતી.મીટીંગમાં કોંગ્રેસ સાથેના જોડાણ માટે પણ ચર્ચાઓ થઇ હતી.ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ એનસીપીને તેમની પાર્ટી સાથે જોડાવવા માટે આમંત્રણ આપ્યું હતું.
અહીં પણ ઉલ્લેખનીય છે કે આગામી બે-ત્રણ દિવસમાં એનસીપીના નેતા પ્રફુલ પટેલ અમદાવાદ આવી શકે છે અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને તેઓ મળી શકે છે.
એનસીપીની કોર કમિટીની મીટીંગમાં ગુજરાતમાં પક્ષ કેટલી સીટો પર જીતી શકે છે તે અંગે પણ ચર્ચાઓ થઇ હતી.એનસીપીના નેતા રાજેન્દ્ર જૈને આ મીટીંગમાં ભાજપને હરાવવા અપીલ કરી હતી.
