New Delhi News: PM મોદી આજે દિલ્હી (Delhi) વિધાનસભા (Assembly) ચૂંટણીનું (Election) રણશિંગુ ફૂંકશે. PM મોદી (PM Modi) શુક્રવારે રોહિણીના જાપાનીઝ પાર્કમાં એક વિશાળ રેલીને સંબોધિત કરશે. આ ઉપરાંત 4500 કરોડ રૂપિયાના ઘણા પ્રોજેક્ટ દિલ્હીના લોકોને ભેટમાં આપવામાં આવશે.
વડાપ્રધાન દિલ્હીના અશોક વિહારમાં સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સમાં જેજે ક્લસ્ટરના રહેવાસીઓ માટે 1,675 નવા બાંધવામાં આવેલા ફ્લેટનું ઉદ્ઘાટન કરશે અને પાત્ર લાભાર્થીઓને ચાવી પણ આપશે. નવા બાંધવામાં આવેલા ફ્લેટ્સનું ઉદ્ઘાટન દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA) દ્વારા બીજા સફળ ઇન-સીટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટની પૂર્ણતાને ચિહ્નિત કરશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય દિલ્હીમાં જેજે ક્લસ્ટરના રહેવાસીઓને યોગ્ય સુવિધાઓથી સજ્જ એક બહેતર અને સ્વસ્થ જીવન વાતાવરણ પ્રદાન કરવાનો છે.

PM મોદી બે શહેરી પુનઃવિકાસ પ્રોજેક્ટ્સ – નૌરોજી નગરમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) અને સરોજિની નગરમાં જનરલ પૂલ રેસિડેન્શિયલ એકોમોડેશન (GPRA) ટાઇપ-II ક્વાર્ટરનું પણ ઉદ્ઘાટન કરશે. નરોજી નગર ખાતેના વર્લ્ડ ટ્રેડ સેન્ટરે 600 થી વધુ જર્જરિત ક્વાર્ટર્સને અદ્યતન કોમર્શિયલ ટાવર સાથે બદલીને વિસ્તારને બદલી નાખ્યો છે, જે અદ્યતન સુવિધાઓ સાથે આશરે 34 લાખ ચોરસ ફૂટ પ્રીમિયમ કોમર્શિયલ જગ્યા ઓફર કરે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 જાન્યુઆરીએ દિલ્હી યુનિવર્સિટીમાં રૂ. 600 કરોડથી વધુના ખર્ચના ત્રણ નવા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આમાં પૂર્વ દિલ્હીના સૂરજમલ વિહારમાં ઈસ્ટર્ન કેમ્પસમાં એક શૈક્ષણિક બ્લોક, દ્વારકામાં પશ્ચિમી કેમ્પસમાં એક શૈક્ષણિક બ્લોક અને નજફગઢના રોશનપુરામાં વીર સાવરકર કોલેજની ઇમારતનો સમાવેશ થાય છે, જેમાં શિક્ષણ માટે અત્યાધુનિક સુવિધાઓ હશે. . તેમજ પીએમ મોદી ગ્રામીણ વિસ્તારોને જોડવા માટે રીઠાલાથી મેટ્રો પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
તેમણે જણાવ્યું હતું કે દ્વારકા સેક્ટર 22માં નિર્માણ થનારા વેસ્ટર્ન કેમ્પસના પ્રથમ તબક્કામાં અંદાજિત 107 કરોડના ખર્ચે નવું એકેડેમિક બિલ્ડીંગ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટના 19434.28 ચોરસ મીટરના બિલ્ટ અપ એરિયામાં 42 ક્લાસ રૂમ, બે મૂટ કોર્ટ, ડિજિટલ લાઇબ્રેરી, કોન્ફરન્સ રૂમ, ફેકલ્ટી રૂમ, કાફેટેરિયા, બોયઝ એન્ડ ગર્લ્સ કોમન રૂમ અને સેમિનાર હોલ સહિતની ઘણી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થશે.
આ પણ વાંચોસરકારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા ફાળવવા અંગેની વિનંતી સ્વીકારી
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સૌજન્ય મુલાકાત
આ પણ વાંચો:વડાપ્રધાન મોદીને વોટ્સએપ મેસેજ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : મુંબઈ પોલીસ થઈ દોડતી
