Rajkot News/ નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે ભારત અને આયર્લેન્ડ વચ્ચે મહિલા ક્રિકેટ

મહિલા ક્રિકેટરો અને ટીમના સ્ટાફનું રાજકોટમાં આરતી, ફૂલ હાર વડે સ્વાગત કરવામાં આવ્યું હતું.

Top Stories Gujarat Rajkot

Rajkot News: ભારત સામે આયર્લેન્ડ મહિલા ક્રિકેટ મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાવાની છે. 10, 12 15 જાન્યુઆરી સ્ટેડિયમમાં ક્રિકેટ ફીવર જોવા મળશે. ત્યારે આયર્લેન્ડની મહિલા ક્રિકેટરો અને ટીમના સ્ટાફનું રાજકોટમાં આરતી, ફૂલ હાર વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશને દર્શકો માટે મેચ જોવી મફતમાં રાખી છે. એટલે કે એન્ટ્રી ફ્રી રહેશે.

આગામી 10, 12 અને 15 જાન્યુઆરી 2025ના રોજ ભારતીય મહિલા ટીમ આર્યલેન્ડ મહિલા ટીમ સાથે ત્રણ વનડે મેચની સિરીઝ રમશે જે મેચની શરૂઆત સવારે 11 વાગ્યાથી થશે. બન્ને ટીમની મહિલા ખેલાડીઓ કાલાવડ રોડ પર આવેલ સયાજી હોટલ ખાતે રોકાણ કરશે. જાણકારોના મતે, રાજકોટની પીચ ખૂબ સારી છે, ખેલાડીઓને મનગમતી પીચ છે માટે અહીં ખૂબ સારો સ્કોર થશે તે માટે પીચ ક્યુરેટરે પીચ તૈયાર કરવાની શરૂઆત કરી દીધી છે.

રાજકોટના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ પર પહેલીવાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મેચ રમવા માટે આવશે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ સામે ટી-20 અને વનડે મેચની સિરીઝ રમ્યા બાદ હવે રાજકોટના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ પર આર્યલેન્ડ વુમન ટીમ સામે ત્રણ વન-ડે મેચની સિરીઝ રમશે. જેમાં 10, 12, 15 જાન્યુઆરી 2025ના રોજ રમાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટના SCA ક્રિકેટ સ્ટેડીયમ હવે નિરંજન શાહ સ્ટેડિયમથી ઓળખાશે

આ પણ વાંચો:SCA સચિવ પદેથી નરંજન શાહે આપ્યું રાજીનામુ, નવા SCA કોણ હશે?

આ પણ વાંચો:SCA ના સેક્રેટરી નિરંજન શાહ સહિત 22 લોકો સામે ફરિયાદ, સ્ટેડિયમના બાંધકામને લઇને થઇ ફરિયાદ