Gandhinagar News/ દાદાનું ઓપરેશન ગંગા જળ હેઠળ આરોગ્ય વિભાગના 4 કર્મચારીઓની છટણી

રાજ્યમાં ઓપરેશન ગંગાજળ અભિયાનમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ બનાસકાંઠા, ખેડા, છોટાઉદેપુર અને આણંદના મેડિકલ ઓફિસરો સામે કાર્યવાહી કરવામાં આવી.

Gandhinagar Top Stories Gujarat Breaking News

Gandhinagar News : ગાંધીનગરમાં દાદાનું ઓપરેશન ગંગાજળ અભિયાન હાલમાં તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. આ અભિયાનમાં ભ્રષ્ટાચાર અને નિયમોનું ઉલ્લંઘન કરતા આરોગ્ય વિભાગના કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઓપરેશન ગંગાજળ અભિયાનમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, બનાસકાંઠા, ખેડા, છોટાઉદેપુર અને આણંદના મેડિકલ ઓફિસરો સામે કાર્યવાહી કરાઈ છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા કર્મચારીઓને ઘર ભેગા અથવા ફરજિયાત વયનિવૃત્ત કરવામાં આવ્યા છે.

તાજેતરમાં આ અભિયાન અંતર્ગત બનાસકાંઠા, ખેડા અને છોટાઉદેપુર જિલ્લાના મેડિકલ ઓફિસરોને ઘર ભેગા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આણંદ જિલ્લાના મેડિકલ ઓફિસરને ફરજિયાત વયનિવૃત્ત કરવાનો નિર્ણય લેવાયો છે.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, આ તમામ કર્મચારીઓ વિરુદ્ધ નિયમોનું ઉલ્લંઘન કરવાના આક્ષેપો સાબિત થયા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં કોઈને બક્ષવામાં આવશે નહીં. આ નિર્ણયથી રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરોધી વાતાવરણમાં અસર થાય તેવી આશા સેવાઈ રહી છે. આગામી સમયમાં પણ સરકારનુ ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચાલુ રહેશે.

@ Ujjval Vyash, Gandhinagar


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ શાપર આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓને તાપણું કરવું પડ્યું ભારે!

આ પણ વાંચો: એર ઈન્ડિયામાં છટણી, આ કારણોસર નોકરીમાંથી છૂટા કરાયાં

આ પણ વાંચો: માંગરોળ ન.પાના કર્મીનો આપઘાતનો પ્રયાસ પગાર ન મળતા મહિલાકર્મીનો આપઘાતનો પ્રયાસ કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને છૂટા કરાયા છેલ્લા ત્રણ માસથી પગાર