Sabarkantha News: સાબરકાંઠા(Sabarkantha)ના વિજયનગર(Vijaynagar)ની લીમડા પ્રાથમિક શાળાનો વિવાદ ફરીથી સામે આવ્યો છે. 3 મહિના અગાઉ મુખ્ય શિક્ષિકાના વિરોધમાં ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હતી. છેલ્લા 1 અઠવાડિયાથી બાળકો શાળાએ ન જતાં હોબાળો થયો છે.
સાબરકાંઠા જીલ્લાના વિજયનગરમાં આવેલી લીમડા પ્રાથમિક શાળા(Primary School)માં મુખ્ય શિક્ષિકાના વિરોધને લઇને સ્કૂલમાં બાળકો આવતા બંધ થયા હતા. ત્યારબાદ શિક્ષિકા ફરીથી આવતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. જોકે, બદલી બાદ પણ શિક્ષિકા લીમડા પ્રાથમિક શાળામાં આવતા વાલીઓએ બાળકોને શાળામાં ન મોકલવાનો વિરોધ કર્યો છે. બાળકો સાથે મુખ્ય શિક્ષિકાનો વ્યવહાર સારો ન હોવાને લઈને વિરોધ કરાયો છે.

આ મામલે શિક્ષણાધિકારીએ ગ્રામજનો સાથે બેઠક કરી હતી, છતાં કોઈ ઉકેલ ન આવ્યો હોવાથી જ્યાં સુધી શિક્ષિકાની બદલી ન થાય ત્યાં સુધી વાલીઓએ બાળખોને શાળાએ ન મોકલવાનો નિર્ણય લીધો છે.
