Ahmedabad News/ કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને નરોન્દ્ર મોદી સ્ટેડિયમમાં જડબેસલાક બંદોબસ્ત : પોલીસના 3825 જવાનો-અધિકારીઓનો ખડકાશે કાફલો

આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાનો છે

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાનો છે. આ કોન્સર્ટમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચકલુ પણ ફરકે નહી તેવી ચુસ્ત તૈયારી કરી છે.

જેમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મળીને કુલ 3825 સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તે સિવાય સ્ટેડિયમમાં 270 સીસીટીવીના મોનિટરિંગ માટે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. એટલું જ નહી સઘન સુરક્ષા માટે કોન્સર્ટ દરમ્યાન એનએસજી ની 1 ટીમ પણ બંદોબસ્તમા જોડાશે. સાથે સાથે ક્યુઆરટીની 3 ટીમ, એસડીઆરએફ ની ૧ ટીમ, બીડીડીએસની 10 ટીમ, ફાયરની ટીમ રાખવામાં આવી છે.

ઉપરાંત 11 મેડિકલ સ્ટેશન અને 7 એમ્બ્યુલન્સ રહેશે. 3 બેડની 7 મિનિ હોસ્પિટલ બનાવવામાં આવશે. આમ કોન્સર્ટ માટે પોલીસે સુરક્ષા માટે પુરતી તમામ તૈયારી કરી લીધી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગોતામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નવા બનતા મકાન પરથી પટકાતા મજૂરનું મોત

આ પણ વાંચો:PM આવાસ યોજનાના નામે 20 લાખ રૂપિયા છેતરપિંડી, નકલી સચિવાલયના અધિકારી વિરુદ્ધ ફરિયાદ

આ પણ વાંચો:પ્રધાનમંત્રી આવાસ યોજનામાં યોગ્યતા હોવા લાભ ન મળ્યો? ગભરાયા વિના કરી લો આ એક કામ