Surat News/ સુરતમાં વ્યાજખોરીના ચંગુલમાં વધુ એક જીંદગી હોમાઈ

સુરતમાં વ્યાજખોરીના ચુંગાલમાં વધુ એક જિંદગી હોમાઈ છે. સરકારના અથાક પ્રયત્નો છતાં વ્યાજખોર એવી બલા છે જે અટકવાનું નામ લેતી નથી. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી રીક્ષાચાલકે જીવન ટૂંકાવ્યું છે.

Gujarat Surat Breaking News

Surat: સુરતમાં વ્યાજખોરીના ચુંગાલમાં વધુ એક જિંદગી હોમાઈ છે. સરકારના અથાક પ્રયત્નો છતાં વ્યાજખોર એવી બલા છે જે અટકવાનું નામ લેતી નથી. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી રીક્ષાચાલકે જીવન ટૂંકાવ્યું છે. આ રીક્ષાચાલક ત્રણ-ત્રણ સંતાનનો પિતા હતો. ત્રણ-ત્રણ સંતાનના પિતા ઇરફાન મસ્તાન શેખે વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા પી આત્મહત્યા કરી છે.

ઇરફાન મસ્તાને વ્યાજખોરના ત્રાસના લીધે 15મી જાન્યુઆરીના રોજ ઇરફાને ઝેરી દવા પી લીધી હતી. તેને સગાસંબંધીઓએ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હવે વિચાર કરો ઇરફાન હોસ્પિટલમાં હતો અને જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો ત્યારે પણ વ્યાજખોરે ત્યાં જઈ ઉઘરાણી કરી હતી. હોસ્પિટલમાં સારવાર દરિયાન ઇરફાનનું મૃત્યુ થયુ હતુ.

ઇરફાનના કુટુંબે વસીમ નામના વ્યાજખોર પર આરોપ મૂક્યો છે. વ્યાજખોર વસીમના ત્રાસથી ઇરફાને આત્મહત્યા કરી હોવાનો તેના કુટુંબે આક્ષેપ કર્યો છે. આ ઘટના સુરતના ઉમરવાડા સ્થિત સલમીન નગરમાં બની છે. વ્યાજખોર સામે સલાબતપુરા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં વ્યાજખોર પિતા-પુત્રનો આતંક, યુવકને કાર નીચે કચડી કર્યો મારવાનો પ્રયાસ

આ પણ વાંચો: ફ્રુટવાળાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહ્યું પોતે વ્યાજખોરિના ચક્કરમાં ફસાયો છે સુરત પોલીસે 48 કલાકમાં જ કરી મદદ

આ પણ વાંચો: સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વ્યાજખોર અને ચાઇનીઝ દોરી અંગે આપ્યું મોટું નિવેદન,જાણો શું કહ્યું