Surat News: સુરતમાં આઠમા ધોરણની વિદ્યાર્થીની હત્યાના કેસમાં તપાસ કમિટીએ બે દિવસની તપાસ પછી ડીઇઓને રિપોર્ટ કર્યો છે. તપાસ કમિટીએ ડીઇઓને સોંપેલા રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. તપાસ કમિટીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીએ ફીની ઉઘરાણી મુદ્દે આત્મહત્યા કરી નથી. વિદ્યાર્થીનીની આત્મહત્યા માટે કૌટુંબિક કારણ જવાબદાર છે.
જો કે ડીઇઓ તપાસ સમિતિમાં શાળાની પોલંમપોલ પણ બહાર આવી હતી. આદર્શ પબ્લિક સ્કૂલ બંગલામાં ચાલતી હોવાનો ખુલાસો થયો છે. સ્કૂલના પ્રિન્સિપાલ પણ ભૂતિયા હોવાનો આ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. બીજા શબ્દોમાં કહીએ તો કાગળ પર જે પ્રિન્સિપાલ બતાવાય છે તે પ્રિન્સિપાલ છે જ નહી.
આ ઉપરાંત સ્કૂલના સંચાલકો ફી નિર્ધારણ સમિતિના આદેશને ઘોળીને પી ગયા છે. ફી નિર્ધારણ સમિતિએ સુરત માટે મંજૂર કરેલી 15 હજાર રૂપિયાની ફી સામે શાળા 17 હજાર રૂપિયાની ફી ઉઘરાવતી હતી. વિદ્યાર્થીઓના નિવેદન પરથી આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
આ તપાસમાં ખૂલ્યું હતું કે આદર્શ પબ્લિક સ્કૂલમાં ઇમરજન્સી સીડી નથી. શાળા પાસે પોતાનું રમતનું મેદાન પણ નથી. જેના કારણે રસ્તા પર રમતગમત સહિત અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શાળામાં જ ગણવેશ વેચાતા હતા. શાળામાં શૌચાલય સહિતની મૂળભૂત સુવિધાઓ નથી જે હોવી જોઈએ. આ બધી બેદરકારી અંગે DEO દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
બે દિવસ પહેલા ગોધરા વિસ્તારમાં ભાવના રાજેશભાઈ ખટીક નામની આઠમા ધોરણની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન સમાપ્ત કર્યું હતું. આ કેસમાં વિદ્યાર્થીના પરિવારે આદર્શ પબ્લિક સ્કૂલ પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને કહ્યું હતું કે ફી ન ભરવાને કારણે મારી પુત્રી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો અને તેને પરીક્ષામાં બેસવા દેવામાં આવી ન હતી. જોકે, શાળા પરિવારે આ બાબતે સ્પષ્ટતા કરતા કહ્યું કે અમે ક્યારેય ફીના મુદ્દે વિદ્યાર્થી સાથે વાત કરી નથી, અમે ફક્ત વાલીઓ સાથે સીધી વાત કરીએ છીએ.
આ પણ વાંચો: સુરતમાં 48 કલાકમાં આઠ આત્મહત્યાથી ચકચાર
આ પણ વાંચો: સુરતમાં ભાજપના અલથાણા વોર્ડના મહિલા મોરચા પ્રમુખની આત્મહત્યા?
આ પણ વાંચો: સુરતમાં વધુ એક કિશોરે કરી આત્મહત્યા
