Sabarkantha News/ હિંમતનગરના રાજેન્દ્રનગર પાસે સહયોગનગર ઉભું કરનાર સુરેશ સોનીને પજ્ઞશ્રી પુરસ્કાર માટે પસંદગી

રાજેન્દ્રનગર પાસે સહયોગનગર ઉભું કરનાર સુરેશ સોનીની પજ્ઞશ્રી પુરસ્કાર માટે પસંદગી થઈ છે

Top Stories Gujarat Breaking News

Sabarkantha News ; સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા રાજેન્દ્રનગર પાસે સહયોગનગર ઉભું કરનાર સુરેશ સોનીને પજ્ઞશ્રી પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. સહયોગ નગર વસાહત ઉભી કરનાર સુરેશ સોની મુળ વડોદરાના શિનોર ગામના વતની છે અને તેઓ ૧૯૮૮ થી અહીં કૃષ્ઠ રોગીઓની સેવા કરવા માટે વસાહત ઉભી કરી વસી રહ્યા છે.

મૂળ વડોદરાના અને સાબરકાંઠાનું ગૌરવ તરીકે જાણીતા થયેલા સુરેશ સોનીની પસંદગી પજ્ઞશ્રી એવોર્ડ માટે કરવામાં આવી છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ જાહેર થતાં જ સાબરકાંઠા અને વડોદરા સહિત ગુજરાતનું ગૌરવ સુરેશ સોનીએ વધાર્યું છે.

સુરેશ સોની એંશી વર્ષની વય ધરાવે છે અને પાંચ દાયકાથી તેઓ કૃષ્ઠ રોગીઓની સેવા કરી રહ્યા છે. તેઓએ કૃષ્ઠ રોગીઓની સેવા માટે હિંમતનગરમા રાજેન્દ્રનગર પાસે સહયોગ વસાહત સ્થાપી હતી.

૩૭ એકર વસાહત આજે મીની ઈન્ડિયા તરીકે ઓળખાવા લાગી છે. ભારતના તમામ રાજ્યના લોકો અહીં હવે કાયમી વસવાટ કરે છે. જેઓ કૃષ્ઠ રોગીઓ અને મંદબુદ્ધી તથા અનાથના રૂપે અહીં આશ્રય મેળવી હવે સહયોગ પરિવારના કાયમી સભ્ય બન્યા છે. આવા ૧૦૫૪ દર્દીઓ અને તેમના પરિવારજનો કાયમી વસાવાટરુપે અહિં વસી રહ્યા છે. સુરેશ સોની અને તેમના પરિવારજનો પણ તેમના આ સેવાયજ્ઞના સહભાગી થઈને સેવા કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પદ્મશ્રી દયાળમુનિનું 89 વર્ષે નિધન, ચારેય વેદનો ગુજરાતી ભાષામાં કર્યો હતો અનુવાદ

આ પણ વાંચો: દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ પુરસ્કારો 2025 માટે નામાંકનની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર

આ પણ વાંચો: પદ્મશ્રી હેમચંદ્રએ એવોર્ડ પરત કરવાની કરી જાહેરાત