Gandhinagar News/ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ ક્રિસ જેન્કીન્સની મુલાકાત

રમતગમત ક્ષેત્રના ભાવિ વિકાસ અને આગામી સમયમાં યોજાનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટસ ઇવેન્ટ અંગે વિચાર પરામર્શ, સાથે મળીને સહયોગથી કામ કરવા ફળદાયી વિચાર વિમર્શ થયો.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ ક્રિસ જેન્કીન્સ OBEએ ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રી સાથેની આ શુભેચ્છા મુલાકાત બેઠક દરમિયાન તેમણે રમતગમત ક્ષેત્રના ભાવિ વિકાસ અને આગામી સમયમાં ભારતમાં યોજાનારા ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટ અંગે વિચાર પરામર્શ કર્યા હતા. ગુજરાતમાં જે સસ્ટેઈનેબલ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થયું છે તેનો મહત્તમ લાભ યુવા ખેલાડીઓ સહિત ખેલકૂદ પ્રતિભાઓને મળે છે તેની ભૂમિકા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી. એટલું જ નહિ, વડાપ્રધાનના નેતૃત્વમાં ખેલ મહાકુંભ તથા ખેલો ઇન્ડિયા જેવા વિરાટ આયોજન સફળતાપૂર્વક પાર પડ્યા છે તે અંગે પણ કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટને તેમણે માહિતગાર કર્યા હતા.

મુખ્યમંત્રીએ ગુજરાત ૨૦૨૫માં કોમનવેલ્થ વેઈટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ્સ તેમજ ૨૦૨૮માં અંડર ૨૦ એથલેટીક્સ ચેમ્પિયનશિપ્સ અને ૨૦૨૯માં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેઈમ્સ જેવી પ્રતિષ્ઠિત વૈશ્વિક રમત સ્પર્ધાઓના આયોજન માટે સજ્જ થઈ રહ્યું છે તે અંગે પણ વાતચીત કરી હતી. મુખ્યમંત્રી સાથેની આ બેઠક દરમિયાન કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ ક્રિસ જેન્કીન્સે પણ કોમનવેલ્થ ગેઈમ્સના ૨૦૨૬-૨૦૩૦ના રોડમેપ તથા ગેઈમ્સ રિસેટ ફ્રેમવર્કની જાણકારી આપી હતી.

તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, રમત ગમત સ્પર્ધાના યજમાન રાષ્ટ્રને ઓછું નાણાંકીય ભારણ આવે તથા નાણાંકીય સ્થિરતા મળે તે માટે જે તે રાષ્ટ્રના હયાત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વધુને વધુ ઉપયોગ રમતોના આયોજનો માટે કરવાની નેમ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય સ્તરની વિરાટ રમતોના આયોજનોમાં કોમનવેલ્થ ગેઈમ્સ ફેડરેશનના અનુભવ જ્ઞાનના સહયોગથી સાથે મળીને કામ કરવાની તત્પરતા પણ આ મૂલાકાત બેઠકમાં દર્શાવી હતી.

મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ નિનામા તથા સચિવ વાળા વગેરે પણ આ શુભેચ્છા મુલાકાત બેઠકમાં જોડાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સ 2026 અમદાવાદમાં યોજાઇ શકે છે!ઓસ્ટ્રેલિયાએ યજમાનીમાંથી પીછેહટ કરતા ભારતને આયોજન કરવાનો મોકો

આ પણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સની બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ પૂજા સિહાગના પતિ અજયનું શંકાસ્પદ રીતે થયું મોત

આ પણ વાંચો: ઓલિમ્પિક ગેમ્સમાં 3 લાખ કોન્ડોમના વિતરણની જાહેરાત, ભારતની કોમનવેલ્થ ગેમ્સને લઈને થયો ઘટસ્ફોટ