Gandhinagar News/ ‘બજેટ વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે નવી ચેતના પ્રદાન કરશે’: રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

બજેટ વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા નવી ચેતના આપશે, ગરીબો, યુવાનો અને મહિલા શક્તિ આધારિત વિકાસને વધુ વેગ આપશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News : ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે આ બજેટ વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે નવી ચેતના પ્રદાન કરશે. તેમણે ગરીબો, યુવાનો અને મહિલાઓની શક્તિ પર આધારિત વિકાસને વધુ વેગ આપવાની વાત કરી. બજેટમાં કૃષિ, MSME (માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝ), રોકાણ અને નિકાસને મહત્વ આપવામાં આવ્યું છે, જે દેશના આર્થિક વિકાસ માટે ખૂબ જરૂરી છે.

આ બજેટ ગરીબ, મધ્યમ વર્ગ અને મહિલાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે, જેથી સમાજના આ વર્ગોને લાભ મળી શકે. બજેટમાં 75000 જેટલી નવી મેડિકલ સીટો ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી આરોગ્ય ક્ષેત્રે સુધારા થશે. મધ્યમ વર્ગની વર્ષોથી ચાલી આવતી માંગને ધ્યાનમાં રાખીને, 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ઇન્કમ ટેક્સ નહીં લાગે તેવી જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ સરકારે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે, જે લોકો માટે ફાયદાકારક સાબિત થશે.

ઋષિકેશભાઈ પટેલે અંતમાં જણાવ્યું કે બજેટને “વિશ્વસનીય અને લોકો માટે રાહત લાવનારું” તરીકે જણાવ્યું, આ બજેટ દેશ અને ગુજરાતના વિકાસ માટે ખૂબ મહત્વનું છે અને તેનાથી લોકોને રાહત મળશે. આમ કેન્દ્રીય બજેટ 2024 વિવિધ ક્ષેત્રોમાં વિકાસ અને રાહત લાવશે તેવું લાગી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને પૂર્ણ કરતું બજેટ: CM ભુપેન્દ્ર પટેલ

આ પણ વાંચો: બજેટ બ્રીફકેસ લાલ કેમ છે, શું તેનો લક્ષ્મી સાથે કોઈ સંબંધ છે?

આ પણ વાંચો: ‘બજેટ જે દરેક ભારતીયના સપના પૂરા કરશે…’ PM મોદીની પહેલી પ્રતિક્રિયા જાહેર