Ahmedabad News: અમદાવાદ(Ahmedabad)ના ધંધુકા(Dhandhuka)માં અણિયાળી-સાલાસર રોડ પર અકસ્માત (Accident) થયો છે. યુવાનનું નાળામાં ભરાયેલા પાણીમાં ડૂબી જતાં મોત (Death) નિપજતાં પરિવારમાં શોક છવાયો છે.
ધંધુકા તાલુકામાં 22 વર્ષીય યુવાનનું બાઈક સાથે પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. ત્રણ વર્ષથી માર્ગ પર બે નાળાઓના કામ અધૂરા રહેવાથી આવતાજતા લોકોને ઘણી તકલીફો ભોગવવી પડી છે. સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ જણાઈ રહ્યું છે. રોડના કામ ચાલી રહ્યા છે ત્યારે કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવી છે.

રોડ પર કામ ચાલુ હોવા છતાં સ્પીડ બ્રેકર, સાઇનિંગ બોર્ડ નહીં મૂકતા વાહનચાલકોને તેની માઠી અસર વેઠવી પડી છે. માહિતી મુજબ આ માર્ગ પર અગાઉ 5થી 6 અકસ્માત થઈ ચુક્યા છે. જો માર્ગનું કામ ઝડપથી પૂરું નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો:વગર બીમારીએ દર્દીઓનું કર્યું ઓપરેશન! ખ્યાતી હોસ્પિટલ અંગે નીતિન પટેલનું મોટું નિવેદન આવ્યું સામે
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પાસે જાદુ છે, તેઓ અજાતશત્રુ છેઃ નીતિન પટેલ
આ પણ વાંચો:પત્ની ઘરે પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો મને સલાહ આપતા હતાઃ નીતિન પટેલ
