Ahmedabad News : અમદાવાદ પોલીસમાં આજે મોટા ફેરફારો થયા છે. પોલીસ કમિશનર જી. એસ. મલિકે એક સાથે 61 પોલીસ કોન્સ્ટેબલોની બદલીના આદેશ કર્યા છે. આ તમામ કોન્સ્ટેબલોને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ બદલીઓ શા માટે કરવામાં આવી છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ માનવામાં આવે છે કે વહીવટી કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, બદલી કરવામાં આવેલા તમામ પોલીસ કોન્સ્ટેબલની કંટ્રોલ રૂમ (PRO યુનિટ), SC-ST સેલ-2, એસઓજી, ખાડીયા, કારંજ, કાલુપુર, મણીનગર, પાલડી, આનંદનગર, મણીનગર, મહિલાઈ ઈસ્ટ અને વેસ્ટના પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે. જે અંગે જાણકારી ક્રાઈમ બ્રાન્ચ, ટ્રાફિક શાખા સહિત અન્ય લાગતા વળગતા વિભાગને કરવામાં આવી છે. આ બદલીના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ઘણાં કોન્સ્ટેબલો નારાજ પણ છે, પરંતુ ઉચ્ચ અધિકારીઓના આદેશનું પાલન કરવું તેમના માટે ફરજિયાત છે.

અગાઉ પણ રાજ્ય સરકારે 20 જેટલા ઉચ્ચ અધિકારીઓની બદલીના આદેશો જારી કર્યા છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના કમિશનરનો પણ સમાવેશ. ગુજરાતના 40થી વધુ IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ તમામ અધિકારીઓની બદલીનો ઓર્ડર આપ્યો હતો. રાજ્ય સરકારના એડિશનલ ચીફ સેક્રેટરી કમલ દયાણીએ ઓર્ડર આપ્યો હતો. આ બદલીઓમાં 4 IAS અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે પ્રમોશન આપીને બદલી કરવામાં આવી. રાજ્યમાં બદલીનો દોર યથાવત છે.
આ પણ વાંચો: રાજ્યના IAS અને અન્ય ઉચ્ચ અધિકારીઓની બદલી, બંછાનીધી પાની બન્યા AMC ના નવા કમિશનર
આ પણ વાંચો: GST વિભાગના 62 અધિકારીઓની બદલીઓ કરાઈ
આ પણ વાંચો: 12 રાજ્યોમાં 200 ટોલનાકા કૌભાંડ! NHAIનું સોફ્ટવેર બદલી પૈસા અંગત ખાતામાં ટ્રાન્સફર કરતા
