Anand News/ આણંદ : એકના ડબલ આપવાની લાલચ આપી ઠગાઇ

લુણાવાડાના NRIને વિદ્યાનગરના શખ્સે 1.30 કરોડનો ચુનો લગાવ્યો

Top Stories Gujarat Breaking News

Anand News : આણંદમાં એકના ડબલ આપવાની લાલચ આપી ઠગાઇનો મામલો સામે આવ્યો છે. જેમાં લુણાવાડાના NRIને વિદ્યાનગરના શખ્સે 1.30 કરોડનો ચુનો લગાવ્યો હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં NRI અવાર-નવાર બાકરોલ આવતા ઠગ સાથે મુલાકાત થઈ હોવાનું જણાયું હતું. વિદ્યાનગરના આ ઠગે પોતાની ઓળખ અવિવાહિત સાધક તરીકે આપી હતી.

NRIને વિશ્વાસમાં લઈ ઓળખાણ બાદ ઊંચું વળતર અને એકના ડબલની લાલચ આપી હતી. તપાસમાં મિલન ઉર્ફે નિશ્ચિત મનુભાઈ પટેલ નામના શખ્સે NRIને ચુનો લગાવ્યો હોવાનું બહાર આવ્યું છે. જેમાં લુણાવાડાના NRI કલ્પેશ પટેલે 1.30 કરોડ રોકાણ માટે આપ્યા હતા.

બાદમાં જ્યારે NRIએ 1.30 કરોડની ઉઘરાણી કરતા શખ્સે હાથ અધ્ધર કરી દીધા હતા. એટલું જ નહી NRIને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી પણ આ શખ્સે આપી હતી.આખરે વિદ્યાનગર પોલીસે મિલન પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. આ અંગે ક્રાઈમ બ્રાંચે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વલસાડમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો, 91 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

આ પણ વાંચો:ગીર સોમનાથ LCBએ બૂટલેગરોના ઉમંગ પર ફેરવ્યું પાણી, 12 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

આ પણ વાંચો:વડોદરામાં ક્રાઈમ બ્રાન્ચે 1.78 કરોડનો દારૂનો જથ્થો જપ્ત કર્યો