શિવભક્તો માટે સારા સમાચાર છે. કેદારનાથ ધામ (Kedarnath Dham) ના દરવાજા 25 એપ્રિલે ભક્તો માટે ખોલવામાં આવશે. તમે દર્શનની તૈયારી કરવા માંડો. અહીં યાત્રા 25 એપ્રિલથી શરૂ થશે. મળતી માહિતી મુજબ, શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામ સુધી પગપાળા તેમજ હેલિકોપ્ટર દ્વારા પહોંચી શકશે. અને બાબાના દર્શન કરી શકશે. અત્યારે પણ અહીં બરફ પડી રહ્યો છે.
રાજ્યના પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર, ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ને કેદારનાથ ધામ જનારા યાત્રિકો માટે હેલિકોપ્ટર મુસાફરીની સુવિધા માટે ઓનલાઈન બુકિંગ માટે અધિકૃત કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડ પ્રવાસન વિકાસ પરિષદે જણાવ્યું કે કેદારનાથ ધામ માટે અત્યાર સુધીમાં 2.41 લાખ નોંધણી થઈ ચૂકી છે.
Kedarnath Dham to open for devotees on April 25
Read @ANI Story | https://t.co/lZawFpOWjh#KedarnathDham #Uttarakhand pic.twitter.com/SWAfdr1Y9o
— ANI Digital (@ani_digital) April 5, 2023
બીજી તરફ કેદારનાથમાં સતત હિમવર્ષા ચાલુ છે. 20માં દિવસે પણ હિમવર્ષા થઈ હતી, જેના કારણે યાત્રાની તૈયારીઓ બપોર બાદ અટકાવવી પડી હતી. લિંચોલીથી રુદ્ર પોઈન્ટ સુધીનો ગૌરીકુંડ-કેદારનાથ પગપાળા માર્ગ આઇસબર્ગ ઝોનમાં દિવસેને દિવસે સંવેદનશીલ બની રહ્યો છે. બીજી તરફ બદ્રીનાથ શિખરો, હેમકુંડ સાહિબ, વેલી ઑફ ફ્લાવર્સ સહિત અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ હતી. હાલ વહીવટી તંત્ર તૈયારીઓમાં લાગી ગયું છે. અહીં કામ ઝડપથી ચાલી રહ્યું છે.
આ પણ વાંચો:‘મોદી સરનેમ’ કેસમાં સજા સામે સુરત કોર્ટ પહોંચશે રાહુલ ગાંધી, ભાજપે કર્યો આવો કટાક્ષ
આ પણ વાંચો:કોર્ટમાં જશે રાહુલ ગાંધી, આવતીકાલે તેઓ સુરત આવીને નિર્ણયને પડકારી શકે છે
આ પણ વાંચો:અધિકારીઓની હેરાનગતિઃ હારીજ એસટી ડેપોમાં ફરજ બજાવતા એસ.ટી. ડ્રાઈવરને પરેશાન કરાયો
આ પણ વાંચો:કૃષ્ણની નગરી દ્વારકામાં મેગા ડિમોલિશન, જમીન પર કબજો કરીને ગજવા-એ-હિંદ બનાવવાની હતી યોજના?
