Mahakumbh 2025: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) બાંદા જિલ્લાના બાભની પોલીસ સ્ટેશન (Police station) વિસ્તારમાં છત્તીસગઢ બોર્ડર (Chhattisgarh) પાસે બોલેરો અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં બોલેરોમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
આ ઘટનામાં સુરક્ષિત બચેલા લોકોએ જણાવ્યું કે તમામ લોકો છત્તીસગઢના રાયપુરના સારનગઢના રહેવાસી છે અને પ્રયાગરાજના મહાકુંભમાં સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા. દરમિયાન તેમની બોલેરો સામેથી આવતા ટ્રેલર સાથે અથડાઈ હતી. કહેવાય છે કે બોલેરો કાર છત્તીસગઢની બોર્ડર પર વિરુદ્ધ દિશામાંથી આવી રહી હતી.
જેના કારણે તે ટ્રેલર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે બોલેરો ફંગોળાઈ ગઈ હતી અને ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 6 લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ભાભણીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી પ્રાથમિક સારવાર બાદ તેમને જિલ્લા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં લક્ષ્મીબાઈ પત્ની રામકુમાર ઉંમર 30 વર્ષ, અનિલ પ્રધાન કૈસે પાલી ઉંમર 37 વર્ષ, રૂકમણી યાદવ પત્ની ઠાકુર યાદવ ઉંમર 56 વર્ષ અને ઠાકુર રામ યાદવ ઉંમર 58 વર્ષ મૃત્યુ પામ્યા હતા. જ્યારે રાજકુમાર યાદવ, દીપા દેવી ચક્રધર, યાદવ અભિષેક યાદવ, અહાન યાદવ, યોગી લાલ, સુરેન્દ્ર દેવી, હર્ષિત યાદવ ઘાયલ થયા હતા.
એડિશનલ એસપી કાલુ સિંહે જણાવ્યું કે આ અકસ્માત સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ થયો હતો. તમામ ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. કેસની તપાસ ચાલી રહી છે. દરમિયાન, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો:પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે ગુજરાતમાં યોજાવા જઈ રહ્યો છે માઈભક્તોનો મહાકુંભ
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહાકુંભમાં હાજરી આપશે, સંગમમાં સ્નાન કરશે
આ પણ વાંચો:હવે મહાકુંભ માટે ફ્લાઇટ ટિકિટ 40% સસ્તી,હોટલોમાં એડવાન્સ બુકિંગ કેન્સલ
