Banaskantha News: બનાસકાંઠા થરાદના ખેંગારપુરા નવો ઘટસ્ફાટ થયો છે. ટોલ ટેક્સ બચાવવાના પ્રયાસમાં ચાર લોકોના જીવ ગયા હતા. ભોરડુ ટોલ ટેક્સમાં મોટી ગાડીનો ટોલ રૂ. 205 છે. ખેંગારપુરા-ભીમપુરા રોડનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ફરિયાદીએ ટોલ ટેક્સ બચાવવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.
થરાદના ખેંગારપુરા ગામમાં ગઈકાલે એક ભયાનક અકસ્માત થયો હતો, જેમાં ટોલ ટેક્સ બચાવવાના લોભમાં એક ટ્રક ડ્રાઈવરની બેદરકારીએ ચાર નિર્દોષ લોકોના જીવ લીધા હતા. રસ્તાના બાંધકામ દરમિયાન રેતી ભરેલી ટ્રકને પ્રતિબંધિત રૂટ પર લઈ જવામાં આવતા આ દુ:ખદ ઘટના બની. પોલીસે ટ્રક માલિક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
સ્થાનિક પોલીસને કરેલી ફરિયાદ મુજબ, ખેંગારપુરા ગામ નજીક પાણીના નિકાલ માટે ગટરનું બાંધકામ ચાલી રહ્યું હતું, જ્યાં જમીનમાં લગભગ 3 મીટર ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. ભોરડુ ટોલ રોડ પરથી ટોલ ટેક્સ બચાવવાના ઇરાદાથી ટ્રક ચાલકે રેતી ભરેલી ટ્રકને પ્રતિબંધિત રૂટ પર લઈ ગયો.
કામદારોએ ડાયવર્ઝન બોર્ડ બતાવીને ડ્રાઇવરને ચેતવણી આપી હોવા છતાં, તેણે તેની અવગણના કરી. પરિણામે, રસ્તો ખાડામાં ધસી ગયો અને ટ્રક પલટી ગઈ, જેના કારણે ચાર લોકો કાદવ નીચે દટાઈ ગયા. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી, જેસીબીની મદદથી ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા, પરંતુ થરાદ રેફરલ હોસ્પિટલના ડોક્ટરોએ ચારેયને મૃત જાહેર કર્યા.
આ અકસ્માત ટ્રક ડ્રાઈવરની બેદરકારી અને ટોલ ટેક્સ બચાવવાના લોભમાં નિયમોની અવગણનાનું પરિણામ છે, જેમાં ત્રણ મજૂરો અને એક માસૂમ બાળકે જીવ ગુમાવ્યો. પોલીસે ટ્રક માલિક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: બનાસકાંઠાના ભારત માલા રોડ પર અકસ્માતનો સિલસિલો યથાવત
આ પણ વાંચો: બનાસકાંઠામાં કાર અને ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત, 1નું મોત
આ પણ વાંચો: બનાસકાંઠાના ડીસાના ગલાલપુરમાં પાટિયા પાસે અકસ્માત, બાઇક ચાલકનું મોત
