Ahmedabad : વિરમગામ-દેત્રોજ-માંડલ વિસ્તારના ખેડૂતોની ડાંગરના ટેકાના ભાવે ખરીદી અને કરોડોનો ભ્રષ્ટાચારની ફરિયાદ 31 ડિસે. 2024ના રોજ સરકારે નોંધી છે છતા આજ દિવસ સુધી આરોપીઓ વિરમગામમા ખુલ્લા ફરે છે, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરનારાઓને આટલી હિંમત કોણ આપી રહ્યુ છે ? આ એક સામાન્ય સવાલ છે. ભાજપા સરકાર ટેકાના ભાવે જ્યારે પણ જણસની ખરીદી કરી છે અને ભ્રષ્ટાચાર થાય, ગુના નોંધાયા છે, તપાસનું નાટક થયેલ છે અને નાના કર્મચારી કે માણસો ઉપર ફરિયાદો થાય છે અને ગુના ઉપર કોઇ કાર્યવાહી થતી નથી, એટલે ટેકાના ભાવે ખરીદી કૌભાંડો ગુનાનુ પુનરાવર્તન થાય છે આ પરંપરા ચાલી રહી છે.
ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે જણાવ્યું કે, રાજયના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીના કાને આ રજુઆત મુકવા માંગુ છુ કે વિરમગામ ડાંગર ખરીદી કૌભાંડના મુખ્ય આરોપી ભાજપાના આગેવાન, તેને કરોડો રૂપિયાના કૌભાંડનો અંજામ આપ્યો છે છતા પોલીસ તેને ધરપકડ કરવાની હિંમત નથી દાખવી શકતી અને સ્થાનિક વિરમગામના ધારાસભ્ય સાથે ઘનિષ્ટ સંબંધો ધરાવતા હોય તેનો સંકેત આપતા કેક ખવડાવતા ફોટા મિડીયામા જોવા મળે છે, આ તમામ બાબતો આરોપીને હિંમત અને તાકાત પુરી પાડતા હોય તેવુ જણાય છે, એટલે જ ભાજપાનુ તંત્ર અને પક્ષના ચાર હાથ નીચે આ કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર આચરનાર સરકારી આરોપી સરકારી મહેમાનની જેમ ફરે છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાશ્રી મનહર પટેલનો સીધો આક્ષેપ છે કે વિરમગામ કેન્દ્ર ઉપરથી ટેકાના ભાવે થયેલ ડાંગર ખરીદીમાં ભાજપાના મોટા માથાઓના હાથ છે અને એમના કારણે જ આજે ૪૦ દિવસ પછી આ આરોપીઓ પોલીસ પકડની બહાર છે, અને ગંભીર ગુનાની તપાસ ગોકળગાયની ગતિથી ચાલી રહી છે,તે સત્તા પક્ષના ભાજપાના મોટા નેતાઓના બળ વગર શક્ય નથી. સ્થાનિક વિસ્તારના જે ખુડુતો આર્થિક ભોગ બન્યા છે તેનો સીધો સવાલ છે કે અમરેલીની નિર્દોષ દીકરીને FIR નોંધાય અને ૨૪ કલાકમાં ધરપકડ કરનારી દાદાની પોલીસ વિરમગામ કેન્દ્ર ઉપરથી ટેકાના ભાવે ડાંગર ખરીદીના કૌભાંડીઓ સુધી કેમ પહોચી શકતી નથી ?
વધુમાં મનહર પટેલે કહ્યું, આમ પણ ભાજપા સરકારના ગુજરાતમાં ટેકાના ભાવે જણસ ખરીદીના અનેક કૌભાંડો થયા છે જે પૈકી અનેક આજે વણઉકેલ્યા પડ્યા છે અને સરકારી તેજુરીને કરોડો રૂપિયાનો ફટકો પડ્યો છે આ તમામ કૌભાંડોમાં કરોડો રૂપિયાની ઉચાપત થયેલ છે, આ સમગ્ર કૌભાંડોની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ ની આગેવાનીમાં કરવામાં આવે. સરકારને પ્રવક્તા મનહર પટેલેની નમ્ર વિનંતી સાથે માંગ છે કે જે ખેડૂતોની ડાંગર ટેકાના ભાવે સરકારે ખરીદી છે તે પૈકી જે ખેડૂતોના નાણા સરકારને ચૂકવવાના બાકી હોઈ તો તેનું વહેલીતકે ચૂકવણી કરવામાં આવે.
આ પણ વાંચો: ‘સમય છે પાછા વળો ફાયદામાં રહેશે’:કોંગ્રેસના નેતા મનહર પટેલની રાદડિયાને સલાહ
