Rajkot News : રાજકોટના વિંછીયા નજીક હિંગોળગઢ ભીડ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં એક યુવક અને યુવતીએ પ્રેમમાં નિષ્ફળતા મળતા આપઘાત કરી લીધો છે. બંનેના મૃતદેહ એક વૃક્ષની ડાળીમાં લટકતા મળી આવ્યા હતા. પોલીસે પહોંચીને યુવક-યુવતીના મૃતદેહને PM માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
મળતી માહિતી અનુસાર, રાજકોટના વિંછીયા નજીક પ્રેમી પંખીડાઓએ આપઘાત કર્યો. હિંગોળગઢ ભીડ વિસ્તારમાં વૃક્ષની ડાળીમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યા હતા. પોલીસે મળેલા માહિતી મુજબ ગુંદાળાનો યુવક અને અમરેલી માસિયાળીની યુવતી હોવાનું સામે આવ્યું હતું. વિંછીયા પોલીસે યુવક અને યુવતીના પરિવારને જાણ કરી હતી. આ સમગ્ર મામલે પોલીસ, મામલતદાર, FSL સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી હતી. મૃતદેહને પીએમ અર્થે વિંછીયા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આપઘાતનું કારણ અકબંધ છે. આ મામલે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી.
મૃત્યુ પામેલ યુવક ગુંદાળાનો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે યુવતી અમરેલીના માસિયાળી ગામની હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને કોઈ કારણોસર તેઓએ આપઘાત કરવાનું નક્કી કર્યું હતું. વિંછીયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિંછીયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ બંનેના પરિવારજનોને જાણ કરી અને આપઘાતનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: મનપાના એન્જિનિયરનો આપઘાત, કામના ભારણને કારણે જીવન ટૂંકાવ્યું
આ પણ વાંચો: રાજકોટમાં યુવતીની સગાઇ નક્કી થતાં પ્રેમીએ માર્યા છરીના ઘા, બાદમાં કર્યો આપઘાતનો પ્રયાસ
આ પણ વાંચો: રાજકોટમાં ધોરણ 12ની વિદ્યાર્થિનીનો આપઘાત, પ્રેમ પ્રકરણ મુદ્દે ઠપકો મળતાં પગલું ભર્યુ
