Rajkot News: રાજકોટ(Rajkot)માં કાલાવડ રોડ પર વામ્બે આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતી ધોરણ 12ની વિદ્યાર્થિનીએ પ્રેમ પ્રકરણ(Love Affair)માં માતાપિતાએ વિરોધ કરતા આપઘાત કર્યો હોવાનું પરિવારે પોલીસેને જણાવ્યું છે.
રાજકોટમાં કાલાવડ રોડ પર વામ્બે આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતી વિદ્યાર્થિનીએ કુમળી વયે મોટું પગલું ભરતા પરિવારમાં માતમ છવાયો છે. પરીછા જલસારાણી નામની વિદ્યાર્થિનીએ પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું (Suicide) છે. દીકરીને આવી હાલતમાં જોતાં પરિવારના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, મૃતદેહને પોસ્ટમોર્ટમ (Postmortem) મોકલી આપવામાં આવ્યો છે. માતાપિતાની પૂછપરછ કરતા યુવતીના આપઘાત પાછળ પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે.
યુવતીના પરિવારજનોએ પ્રેમી સાથે સંબંધ તોડી નાખવાનું કહેતા આપઘાત કર્યો છે. કચ્છના વિનય નામના યુવક સાથે સોશિયલ મીડિયા પર પરિચય થયો હતો. યુવતીના પ્રેમ પ્રકરણની જાણ થતા પરિવારજનોએ સંબંધો તોડવાનું કહ્યું હતું. માતાપિતાએ દીકરીને ઘણું સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. નાની ઉંમરે દીકરી ખોટું પગલું ન ભરે તે માટે ચિંતિત માતાપિતાએ પુત્રીને યોગ્ય રસ્તે વાળવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પરીછાએ આત્મહત્યા કરતા પરિવારમાં આભ તૂટી પડ્યું છે.
રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના વિરનગરમાં કોલેજમાં અભ્યાસ કરતા 18 વર્ષીય વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. મંથન શિયાળ નામના વિદ્યાર્થીએ અભ્યાસના ટેન્શનમાં રહેતા આપઘાત કર્યો હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. સમગ્ર ઘટના અંગે આટકોટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભીમાસરના વણકરવાસમાં રહેનાર વિશ્વા નામની કિશોરી ગામમાં આવેલી સરકારી હાઇસ્કૂલમાં ધો. 10માં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થીનીએ 17મીએ સવારે 10:30થી બપોરે બે વાગ્યાના ગાળામાં આ કિશોરીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. આ બનાવને પગલે ભારે અરેરાટી પ્રસરી હતી. આ કિશોરીની જે-તે વખતે દફનવિધિ પણ કરી દેવામાં આવી હતી.
આ પણ વાંચો:જસદણમાં 18 વર્ષીય વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
આ પણ વાંચો:સુરતની ગવાન મહાવીર કોલેજમાં વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
આ પણ વાંચો:સુરતમાં 13 વર્ષના કિશોરને માતાએ ઠપકો આપતા ગળેફાંસો ખાધો
