Rajkot News : રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં શાસક પક્ષના નેતા લીલુબેન જાદવે સરકારી કારનો દુરુપયોગ કર્યો છે. માહિતી મુજબ લીલુબેન જાદવે પોતાની સંતાનોને લેવા અને મુકવા માટે સરકારી કારનો ઉપયોગ કર્યો. આ ઘટના કોઈ વિડીયોમાં કેદ થઈ ગઈ, જેમાં તેમની શાસક પક્ષની સરકારી કાર જોવા મળતી છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટના શાસક પક્ષના નેતાએ સરકારી કારનો દુરુપયોગ કર્યો છે. શાસક પક્ષના નેતા લીલુબેન જાદવે સરકારી કારનો દુરુપયોગ કરીને પોતાના સંતાનોને લેવા-મુકવા માટે સરકારી કારનો ઉપયોગ કરતાં વીડિયો વાયરલ થયો છે. જાગૃત નાગરિકને સમગ્ર વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. રાજકોટના મનપા અધિકારીઓને સરકારી કારનો પર્સનલ ઉપયોગ કરવાની ઘેલછા વધી છે.
વિડીયોને જાગૃત નાગરિકોએ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. આ વિડીયો મનપા અધિકારીઓ અને શાસક પક્ષના નેતાઓ વચ્ચે સરકારી કારનો પર્સનલ ઉપયોગ કરવાની સમસ્યા મોટું ઉદાહરણ બની રહ્યી છે. શું સરકાર આ મામલે કાર્યવાહી કરશે કે નહીં, તે જોવાનું રહ્યું.
થોડા સમય પહેલાં, રાજકોટના મેયરે પ્રજાના પૈસે ચાલતી સરકારી ગાડીમાં મહાકુંભ પ્રવાસ કર્યો. તેની સાથે મહિલા મોરચાના અધ્યક્ષને પણ સાથે લઈ ગયા. પ્રયાગરાજથી રાજકોટ મેયરની કારના ફોટો સામે આવ્યા હતા. જેમાં સરકારી કાર પર મહિલાઓના કપડાં સુકાતા ફોટો સામે આવ્યા હતા. આ ફોટાઓ વાયરલ થતા અનેક ચર્ચાઓ ચાલી રહી છે. સરકારી ગાડીનો ઉપયોગ કરતા વિવાદ સર્જાયો હતો.
@DHRUV KUNDEL
આ પણ વાંચો: મેયરનો પ્રયાગરાજ પ્રવાસ વિવાદમાં, પ્રજાના પૈસે ચાલતી સરકારી ગાડીમાં મહાકુંભ પ્રવાસ
આ પણ વાંચો:હેલ્મેટ નહિ પહેરેલા સરકારી કર્મચારી સામે થશે દંડનીય કાર્યવાહી, રાજ્ય પોલીસ વડાનો આદેશ
આ પણ વાંચો:ગયા વર્ષે અકસ્માતમાં હેલ્મેટ વિના 2767 જણાએ જીવ ગુમાવ્યા
