Rajkot News : રાજકોટ શહેરમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ધોરણ 11માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ધોરણ 9ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું છે. આ ઘટના વેલેન્ટાઈન ડેની ઉજવણી દરમિયાન બની હતી, જ્યારે વિદ્યાર્થીઓ ભાન ભૂલ્યા હતા. સગીરાને કિશોરવયનો તેનો મિત્ર રાજકોટમાં ફરવા લઈ જવાનું કહી કારમાં લઈ ગયો હતો. મિત્રની સાથે તેના અન્ય બે મિત્રો પણ કારમાં જોડાયા હતા. પરંતુ, સગીરાના મિત્રએ અન્ય બે કિશોરોને નાસ્તો લેવા મોકલી પાછળથી કારમાં જ સગીરા પર કુકર્મ આચર્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવા માટે એક કાર ભાડે લીધી હતી. તેઓ શહેરના વિવિધ સ્થળોએ ફરવા ગયા હતા. આ દરમિયાન ધોરણ 11ના વિદ્યાર્થીએ તેની સાથે આવેલી ધોરણ 9ની વિદ્યાર્થિનીને કારમાં બેસાડીને શહેરના બહારના વિસ્તારમાં લઈ ગયો હતો. ત્યાં તેણે મિત્રોને નાસ્તો લેવા મોકલીને વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આલાપ ગ્રીન સીટી પાસે બન્ને મિત્રોને નાસતો લેવા જવાનું કહી કારમાંથી નીચે ઉતારી દીધા હતાં અને ત્યારબાદ પેટ્રોલ પંપ નજીકના ભાગે કાર લઈ જઈ સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. આ પછી કોઈને વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ગભરાઈ ગયેલી સગીરાએ ત્યારે કોઈ પ્રતિકાર કર્યો ન હતો બાદમાં આ ત્રિપુટી સગીરાને ઘર પાસે મુકી ભાગી ગયા હતાં.
પીડિતા ઘરે પહોંચતા તેણે તેના માતા-પિતાને આ ઘટના વિશે જણાવ્યું હતું. જેના પગલે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરી છે અને અન્ય 2 સગીરોની તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે. આ મામલે ભોગ બનનાર સગીરાની માતાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં 3 મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને એકને સકંજામાં લઈ અન્ય 2 મિત્રની શોધખોળ શરૂ કરી છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:હેલ્મેટ ડ્રાઇવના પ્રથમ દિવસે 98.96% સરકારી કર્મચારીઓએ નિયમનો કર્યો અમલ
આ પણ વાંચો:હેલ્મેટ નહિ પહેરેલા સરકારી કર્મચારી સામે થશે દંડનીય કાર્યવાહી, રાજ્ય પોલીસ વડાનો આદેશ
આ પણ વાંચો:ગયા વર્ષે અકસ્માતમાં હેલ્મેટ વિના 2767 જણાએ જીવ ગુમાવ્યા
