Surat News/ શિવ શક્તિ ટેકસ્ટાઇલ માર્કેટને સીલ કરવામાં આવશે, સ્ટેબિલિટી રિપોર્ટ બાદ નિર્ણય લેવાશે

માર્કેટના વેપારીઓ માટે હવે માર્કેટના દરવાજા બંધ કરાશે. સતત આગના કારણે

Top Stories Gujarat Surat

Surat News: સુરત શિવ શક્તિ (Shiv Shakti) ટેક્સટાઈલ માર્કેટમાં (Texttile market) 36 કલાકથી વધુ સમય વીત્યા બાદ આગ કાબૂમાં આવી હતી. સતત ફેલાઈ રહેલી આગને કારણે બિલ્ડીંગ નબળી પડતા માર્કેટમાં પ્રતિબંધ મૂકાયો છે. ત્રણ દિવસ સુધી આગ ચાલુ રહેતા બિલ્ડીંગને નુકસાન થવાની આશંકા છે. સુરત મહાનગરપાલિકાએ માર્કેટની સ્ટેબિલિટી રિપોર્ટ લેવાનું નક્કી કર્યું છે, સ્ટેબિલિટી રિપોર્ટ (Structure Stability Report) પોઝિટિવ આવ્યા બાદ જ માર્કેટમાં પ્રવેશ અપાશે.

સુરત(Surat)માં શિવ શક્તિ ટેકસ્ટાઇલ માર્કેટમાં સીલ કરવામાં આવશે. માર્કેટના વેપારીઓ માટે હવે માર્કેટના દરવાજા બંધ કરાશે. સતત આગના કારણે શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટ અત્યંત જોખમી બની ગયું છે. અંદાજે 25 વર્ષ કરતા જૂના બિલ્ડિંગનું સ્ટ્રક્ચર જોખમી બન્યું છે. વિકરાળ આગ(Fire)ને કારણે બિલ્ડિંગનું સ્ટ્રક્ચર સંપૂર્ણ જોખમી હોવાનું જણાઈ રહ્યું છે. ટેક્સટાઇલ બિલ્ડિંગના ચોથા માળનો સ્લેબ પણ નમી પડ્યો હતો. ભયંકર આગ લાગતા કેટલીક દુકાનોના શટરો પણ વળી ગયા હતા. બિલ્ડીંગના પ્લાસ્ટરના પોપડા ખર્યા, બીમના સળિયા પણ નજરે પડ્યા છે.

શિવ શક્તિ માર્કેટમાં પ્રવેશ માટે મનાઈ ફરમાવી દેવામાં આવી છે. માર્કેટ ફરતે પોલીસ બંદોબસ્ત તથા મહાનગરપાલિકાની સિક્યુરિટી ગોઠવી દેવાઈ છે. માર્કેટના સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ બાદ જ બીજો નિર્ણય લેવાશે. સ્ટેબિલિટી રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ જ માર્કેટમાં પ્રવેશ અપાશે.

જેમાં શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગના કારણે લોકોમાં નુકસાનનો ડર જોવા મળ્યો હતો. ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભોંયરામાં લાગેલી આગ ત્રીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી. આગ વધુ પ્રસરી જતાં મેજર કોલ જારી કરવામાં આવ્યો હતો. ધુમાડાના અને ગૂંગળામણના કારણે એક વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, ફાયર સિસ્ટમ (Fire System) હોવા છતાં કામ ન થતાં અનેક સવાલો ઉભા થયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના રીંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભયાનક આગ

આ પણ વાંચો:સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજુ બેકાબૂ

આ પણ વાંચો:અમદાવાદના લાંભા મંદિર પાસે વહેલી સવારે ભીષણ આગ લાગી