Maharashtra News/ દરિયામાં અચાનક ભડ ભડ હોડી સળગવા લાગી, ભગવાન બની નૌકાદળ આવી 18 લોકોને બચાવ્યા

બોટમાં આગની માહિતી મળતા જ નેવીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.બોટમાં સવાર તમામ 18 લોકોને ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

Top Stories India

Maharashtra News: મહારાષ્ટ્રના (Maharashtra) રાયગઢ જિલ્લાના અક્ષી અલીબાગમાં દરિયાકાંઠે 6-7 નોટિકલ માઈલ દૂર રાકેશ ગણ નામના વ્યક્તિની ફિશિંગ બોટમાં આગ લાગી હતી. આ ઘટના શુક્રવારે સવારે 4 વાગ્યે બની હતી. બોટમાં આગની માહિતી મળતા જ નેવીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.બોટમાં સવાર તમામ 18 લોકોને ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ICGS સાવિત્રીબાઈ ફૂલે, મુંબઈના દરિયાકાંઠે પેટ્રોલિંગ કરી રહ્યા હતા, તેમણે IFBમાં 190 Prongs LT 21 સ્થાન પર આગ જોવી.

દરિયામાં હોડી બળીને રાખ થઈ ગઈ

વીડિયોમાં જોઈ શકાય છે કે આગએ બોટને સંપૂર્ણ રીતે લપેટમાં લીધી છે. હોડી એક બાજુથી નમેલી છે. તે જ સમયે, ભારતીય નૌકાદળના અધિકારીઓ બોટમાં સવાર માછીમારોને બચાવવામાં લાગેલા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહારાષ્ટ્રમાં જીબીએસ વાયરસને કારણે અત્યાર સુધીમાં 5 મૃત્યુ, 124 દર્દીઓમાં રોગની પુષ્ટિ, 28 દર્દીઓ વેન્ટિલેટર પર

આ પણ વાંચો:મહારાષ્ટ્રમા ડિજિટલ લોન એપે શિક્ષકનો જીવ લીધો

આ પણ વાંચો:મહારાષ્ટ્રના આ શહેરમાં ફેલાયો રહસ્યમય રોગ, 73 લોકો અસરગ્રસ્ત; સરકાર એલર્ટ