Ahmedabad News/ AUDA એ 2231.21 કરોડનું બજેટ કર્યુ રજૂ, SP રિંગ રોડ સિક્સલેન થશે અને 5 અંડરપાસ પણ બનશે

અમદાવાદ AUDA દ્વારા આજે 1લી માર્ચના વર્ષ 2025-26 માટે 2231.21 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. જેમાં સરદાર પટેલ રિંગ રોડને સિક્સલેન બનાવવાનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : અમદાવાદ વર્ષ 2025-26 માટે ઔડા(AUDA)એ 2231.21 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. જેમાં સરદાર પટેલ રિંગ રોડને સિક્સલેન બનાવવાનો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ઔડાના સી.ઈ.ઓ.દેવાંગ દેસાઈએ ઔડાનુ વર્ષ 2025-26 માટેનુ અંદાજપત્ર રજૂ કર્યુ હતુ.રુપિયા 2231.21 કરોડના બજેટની સામે રુપિયા 2366.23 કરોડની આવક અંદાજવામાં આવતા વર્ષના અંતે રુપિયા 135 કરોડની પુરાંત રહેવાનો અંદાજ રખાયો છે.

સરદાર પટેલ રિંગ રોડ સિક્સલેન બનાવવા 76 કિલોમીટરના રિંગ રોડને સિક્સલેન બનાવવા માટે 2293 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. એશિયન ડેવલપમેન્ટ બેંક તરફથી પ્રથમ તબક્કામાં 630.3 કરોડ રૂપિયાની લોન મળશે. સર્વિસ રોડને પણ જરૂરિયાત મુજબ ત્રણ અથવા ચાર લેનમાં બનાવાશે.

વધુમાં, AUDA દ્વારા 5 અંડરપાસ બનાવવામાં આવશે, જેમાં નિકોલના ભક્તિ સર્કલ પર વ્હીકલ અંડરપાસનો સમાવેશ થાય છે. ભાટ સર્કલ, ચિલોડા સર્કલ, અસલાલી સર્કલ અને ત્રાગડ અંડરપાસ પર વધારાના અંડરપાસ બનશે. ભાટ અને કમોડના બ્રિજની બંને બાજુએ 3 લેનના બ્રિજ બનશે. રીંગ રોડ ઉપર ફુટ ઓવરબ્રિજ પણ બનાવવામાં આવશે.

કેટલી ગ્રાન્ટ અપાઈ ?

હેડ અંદાજિત રકમ(કરોડમાં)
સ્વર્ણિમ 288.47
એ.ડી.બી. પ્રોજેકટ 90
રીંગ રોડ અપગ્રેડેશન 57.75
જીએમએફબી 35
તળાવ વિકાસ 7.25
એફોર્ડેબલ આવાસ 33.76
જલજીવન મિશન 17.85
વોટર જોડાણ ચાર્જ 5

પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં ડ્રેનેજ નેટવર્ક અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે 200 કરોડ રૂપિયા ફાળવાયા. શાંતિપુરા ચોકડી, સનાથલ તળાવ, નાંદોલી અને ગઢીયા તળાવ માટે બાયો રેમિડીયન્સ કામગીરી માટે 5 કરોડ રૂપિયાની જોગવાઈ. હયાત તળાવોના રિ-ડેવલપમેન્ટ અને બ્યુટીફિકેશન માટે 50 કરોડ રૂપિયા ફાળવાયા છે. સાણંદ અને કલોલ સહિતના વિસ્તારોમાં નવી લાયબ્રેરીઓ બનશે. 10 કરોડના ખર્ચે ઔડા ભવનનું નિર્માણ કરવામાં આવશે. મણિપુર, ગોધાવી ટી.પી.-429 ને મોડેલ ટી.પી. સ્કીમ બનાવાશે. આગામી વીસ વર્ષનું ફિઝીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ કરાશે. વોટર સપ્લાય, સુઅરેજ અને સ્ટ્રોમ વોટર મેનેજમેન્ટ માટે રિવાઈઝ ડેવલપમેન્ટ પ્લાન-2041 તૈયાર કરવામાં આવશે.

AUDA એ પ્લોટના વેચાણથી 900 કરોડ રૂપિયા, દુકાન વેચાણથી 5 કરોડ રૂપિયા અને એફોર્ડેબલ આવાસના હપ્તાથી 3.90 કરોડ રૂપિયાની આવકનો અંદાજ છે. આ બજેટ અમદાવાદના વિકાસને નવી દિશા આપશે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: AUDAને ફી અને ચાર્જીસ પેટે છેલ્લા 2 વર્ષમાં રૂ. 6.38 કરોડની આવક થઈ

આ પણ વાંચો: AUDA ની વર્ષ 2041 ડેવલપમેન્ટ પ્લાન, SP રીંગ રોડની સમાંતર નવો રીંગ રોડ બનાવવામાં આવશે

આ પણ વાંચો: AMC તથા AUDA દ્વારા અંદાજે 154 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ