Gandhinagar News/ ગાંધીનગર જીલ્લાના રકનપુરમાંથી 73 લાખના દારૂ સાથે 1 કરોડનો મુદ્દામાલ કબજે

SMC એ ગોડાઉન પર દરોડો પાડી સાત આરોપીને ઝડપી લીધા, સાત આરોપી ફરાર

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News : ગાંધીનગરના સાંતેજ સ્થિત રકનપુરમાં એક ગોડાઉનમાં દારૂનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હોવાની માહિતી SMC (સ્ટેટ મોનીટરીંગ સેલ)ના અધિકારીઓને મળી હતી. જેને આધારે પોલીસે આ ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે રૂ.73,67,048 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો.

તે સિવાય પાંચ વાહનો અને રૂ.54,500 રોકડા, 2 GPS સિસ્ટમ વગેરે મળીને કુલ રૂ. 1,08,23,048 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગોડાઉનમાંથી દારૂનું કટીંગ ચાલી રહ્યું હતું ત્યારે જ પોલીસે દરોડો પાડ્યો હતો.અહીંથી પોલીસે દારૂના ગોડાઉનનું હેન્ડલીંગ કરનાર તથા રાજસ્થાનથી વાહનમાં દારૂનો જથ્થો મોકલનારા વગેરે મળીને સાત આરોપીની ધરપકડ કરી હતી.

જ્યારે સાત ફરાર આરોપીની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ સાંતેજ પોલીસ ચલાવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના રીંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટમાં લાગી ભયાનક આગ

આ પણ વાંચો:સુરતમાં શિવ શક્તિ ટેક્સ્ટાઈલ માર્કેટમાં લાગેલી આગમાં મૃતક ભુલાયા

આ પણ વાંચો:સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ હજુ બેકાબૂ