Gujarat News: હોળી અને ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરોની સુવિધા માટે 9 માર્ચથી 13 માર્ચ દરમિયાન 820 વધારાની બસો દોડાવવામાં આવશે. દાહોદ, ડાકોર, ગોધરા, ઝાલોદ, ફતેપુરા, બારીયા અને છોટા ઉદેપુર રૂટ પર આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ દિવસોમાં મુસાફરોની વધતી ભીડને કારણે એસટી વિભાગે આ નિર્ણય લીધો છે. આ વધારાની બસોથી મુસાફરો માટે તેમના વતન સુધી પહોંચવામાં સરળતા રહેશે. એસટી વિભાગ દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થાને કારણે હોળી અને ધૂળેટીના તહેવારોમાં મુસાફરોને મુસાફરી કરવામાં સરળતા રહેશે.
એસટી વિભાગે આ વધારાની બસોનું આયોજન એવા સમયે કર્યું છે જ્યારે મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં એસટી બસો જાહેર પરિવહનનો મુખ્ય આધાર છે ત્યાં આ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તહેવારોના દિવસોમાં, લોકો તેમના વતન જવા માટે ઉત્સુક હોય છે અને આ વધારાની બસો તેમને સરળતાથી પહોંચવામાં મદદ કરશે
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા જામનગર ડી.ટી. દ્વારકામાં 11 માર્ચ 2025 થી 15 માર્ચ 2025 દરમિયાન ફુલડોલ ઉત્સવ દરમિયાન જામનગર એસટી વિભાગ દ્વારા જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતા નાગરિકોની સુવિધા માટે વધારાની બસો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ માટે પેસેન્જર બુકિંગની તારીખ. ડેપો પર 11 માર્ચ 2025 થી 15 માર્ચ 2025 દરમિયાન કરી શકાશે. આ સિવાય એક જ ગ્રુપના 51થી વધુ મુસાફરો ગ્રુપ બુકિંગ કરશે. તેથી, તેમને તે નિયુક્ત વિસ્તારમાંથી તેમના વતન ગામ સુધી એસટી બસ દ્વારા મૂકવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 5 ડેપોમાંથી બસો દોડાવવામાં આવશે.
દ્વારકા-જામનગર રૂટ માટે રૂ.190, દ્વારકા-રાજકોટ રૂટ માટે રૂ.190. 250, દ્વારકા-પોરબંદર રૂટ માટે રૂ. 160, દ્વારકા-સોમનાથ રૂટ માટે રૂ. 275, દ્વારકા-જૂનાગઢ રૂટ માટે રૂ. તેનું ભાડું 240 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. જેથી ફૂલડોલ ઉત્સવ દરમિયાન મુસાફરોને એસટી બસોનો મહત્તમ લાભ લેવા એસટી વિભાગીય નિયામક જામનગર દ્વારા અનુરોધ કરાયો છે.
આ પણ વાંચો:GST વિભાગના 62 અધિકારીઓની બદલીઓ કરાઈ
આ પણ વાંચો:સુરત : મહાકુંભ માટે દોડાવેલ બસથી ST વિભાગને 1.50 કરોડ રૂપિયાની આવક
આ પણ વાંચો:રાજ્યભરના 40 કોચિંગ ક્લાસ પર GST વિભાગના દરોડા, કરચોરીની તપાસ કરાઈ
