Kheda News: દુબઈ ખાતે આજે ન્યૂઝીલેન્ડ (New Zealand) અને ઇન્ડિયા (India) વચ્ચે ફાઈનલ ચેમ્પિયન ટ્રોફી (Champions Trophy) રમવા જઈ રહી છે ત્યારે નડિયાદ નો હીરો અક્ષર પટેલ પણ પોતાનું પર્ફોર્મન્સ બતાવવા જઈ રહ્યો છે ત્યારે તેમના માતા પિતાએ આપ્યા શુભ આશીર્વાદ જય મહારાજ સાથે અક્ષર પટેલને ભારત માટે ચેમ્પિયન ટ્રોફી જીતીને લાવશે તેઓ આસાવાદ વ્યક્ત કર્યો.
નડિયાદ પારસ સર્કલ પાસે આવેલ કાશ્મીરા પાર્ક ની સામે રાજ કિરણ બંગ્લોઝ માં અક્ષર પટેલના માતા પિતાનું નિવાસ્થાન છે ત્યાં જ અક્ષર પટેલ નાનપણથી મોટા થયા અને રણજીત ટ્રોફી થી લઈ અને આજે ટોચની ક્રિકેટમાં ઉત્કૃષ્ટ ભૂમિકા નિભાવી રહ્યા છે ત્યારે તેમના માતા પિતા નું આશીર્વાદ અને જય મહારાજ ના આશીર્વાદ થી તેઓ દુબઈમાં રમાના ચેમ્પિયન ટ્રોફી ભારત માટે જીતેને લાવશે તેઓ આશા વાત વ્યક્ત તેમના માતા પિતાએ કર્યો હતો.

અક્ષરના મમ્મી તેમને નાનપણથી રસોઈ બનાવીને અલગ અલગ સ્વાદિષ્ટ ભોજનો પીરસતા હતા તેની પણ આજે તેમણે યાદ કરાવી અને અક્ષર પટેલના મમ્મી પ્રીતિબેન અને પપ્પા રાજેશભાઈ પટેલ દ્વારા તેમની નાનપણની યાદોને સ્મરણ કરતા તેમની તસવીરો નિહાળતા અક્ષર પટેલની યાદોને જાણે યાદ કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા.
અક્ષર પટેલના મમ્મી પ્રીતિ બેને એ તો તેમની ખાસ ફેવરિટ વ્યંજન એટલે ચા અને ભાખરી સ્પેશિયલ મંતવ્ય ન્યુઝમાં જણાવી અને કહ્યું હતું કે અક્ષર પટેલને જ્યારે પણ નડિયાદ આવે ત્યારે તેના માટે હું સ્પેશિયલ ચા અને ભાખરી બનાવીને આપું છું.
અક્ષત પટેલના માતા પિતા એ ભારત દુબઈમાં રમાના ચેમ્પિયન ટ્રોફીમાં વિજેતા બને અને ટ્રોફી જીતીને લાવે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને અક્ષર પટેલ ખાસ કરીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી પણ તેમને આશીર્વાદ આપ્યા હતા.
@ભાવેશ શર્મા
આ પણ વાંચો:ભારત અને ન્યુઝીલેન્ડની ફાઈનલ પહેલા સોશિયલ મીડિયામાં મીમ્સ જોરદાર વાયરલ…
આ પણ વાંચો:જો ફાઇનલ મેચ ટાઇ થાય તો કોણ વિજેતા બનશે, ICC ના નિયમો શું છે, અહીં જાણો
આ પણ વાંચો:વિરાટ કે રોહિત નહીં, કિવી ટીમ આ 25 વર્ષીય ખેલાડીથી સૌથી વધુ ડરશે, તે આ બાબતમાં ટોચ પર છે
