Junagadh News : વિસાવદરની બેઠક કાયદાકીય ગુંચને કારણે અત્યારસુધી ખાલી પડી હતી. પરંતુ હાઈકોર્ટમાંથી ભુપત ભાયાણી સામેની પિટિશન હર્ષદ રિબડીયાએ પરત ખેંચતા વિસાવદર બેઠક પર ચૂંટણીનો માર્ગ હવે મોકળો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂપત ભાયાણી સામે ચૂંટણી અંગે પિટિશન દાખલ કરવામાં આવી હતી.ભૂપત ભાયાણીએ ચૂંટણી સમયે વિગતો છુપાવી હોવાની હર્ષદ રિબડીયાએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી.
ચૂંટણી ફોર્મમાં દીકરાની બાઈકની વિગત છુપાવવા બાબતે ફેબ્રુઆરી 2023માં પિટિશન કરવામાં આવી હતી. 2017માં હર્ષદ રીબડીયા કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. જેઓ બાદમાં ભાજપમાં જોડાયા હતા. 2022માં ભાજપથી નારાજ ભૂપત ભાયાણી AAPમાંથી ચૂંટાયા હતા અને તેમની જીતને હર્ષદ રીબડીયાએ હાઈકોર્ટમાં પડકારી હતી. બાદમાં ભૂપત ભાયાણી પણ ભાજપમાં જોડાયા હતા. હાઈકોર્ટમાં કેસ હોવાથી વિસાવદર વિધાનસભા ચૂંટણી યોજાઈ ન હતી. જો કે, હવે હર્ષદ રીબડીયાએ હાઈકોર્ટમાંથી પિટિશન પરત લેતા ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે.વિસાવદર વિધાનસભા સીટની પેટા ચૂંટણીની જાહેરાત થઈ ન હતું, એવું કારણ છે કે 2022માં આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી વિજેતા થયા હતા.
ભૂપત ભાયાણીના ફોર્મમાં ક્ષતિ હોવાની ફરિયાદ સાથે હાઈકોર્ટમાં પિટીશન કરવામાં આવી હતી. ભૂપત ભાયાણીના ઉમેદવારી પત્રો સંબંધિત મામલો ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ હતો. આવી સ્થિતિમાં વિસાવદર બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી ન હતી. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પરથી ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડિયાને હરાવીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી એમએલએ બન્યા હતા. ભૂપત ભાયાણીએ 7 હજાર 63 મતે ચૂંટણી જીતી હતી.
ભૂપત ભાયાણીએ અગાઉ ભાજપ પાર્ટી છોડી હતી. તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે.સૌરાષ્ટ્રની વિસાવદર બેઠક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની પરંપરાગત બેઠક ગણાતી હતી. કેશુભાઈ બાદ હર્ષદ રિબડિયા કોંગ્રેસની ટિકિટ પર બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગત ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા પરંતુ AAPના ઉમેદવાર ભૂપત ભાયાણીએ તેમને લગભગ 7 હજારના માર્જીનથી હરાવ્યા હતા. ભાયાણી BJP ગોત્રના છે તેઓ બે વર્ષ પહેલા પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ પહેલા તેઓ સરપંચ પણ રહી ચુક્યા છે.
આ પણ વાંચો:રાજકોટમાં ભાજપના મહિલા કાઉન્સિલરને ગોળી વાગતાં હાલ સારવાર હેઠળ
