Ahmedabad News/ નરોડામાં નકલી હોસ્પિટલનો પર્દાફાશ, માલિકની ધરપકડ, દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં

અમદાવાદના નરોડામાં ઝડપાઈ નકલી હોસ્પિટલ, વીમા કંપનીએ તપાસ કરતાં હોસ્પિટલની પોલ ખુલી છે. દર્દીઓને ખોટી રીતે દાખલ કરી મેડિક્લેઈમ મંજૂર કરાવતા હતા.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News : રાજ્યમાં નકલીઓના રાફડા વચ્ચે ફરી એકવાર અમદાવાદના નરોડા વિસ્તારમાં “થ્રી સ્ટાર હોસ્પિટલ એન્ડ ICU ટ્રોમા સેન્ટર” નામની એક નકલી હોસ્પિટલનો ભાંડો ફૂટ્યો છે. આ હોસ્પિટલ સરકારી ચોપડે નોંધાયેલી ન હતી અને તેમાં ડિગ્રી વગરના ડોક્ટરો દર્દીઓની સારવાર કરતા હતા. હોસ્પિટલના માલિક ધર્મેન્દ્ર પટેલને પોલીસે દબોચી લીધો છે.

તપાસમાં બહાર આવ્યું છે કે હોસ્પિટલના સંચાલકો દર્દીઓને ખોટી રીતે દાખલ કરીને મેડિક્લેઈમના નામે છેતરપિંડી કરતા હતા. તેઓ વીમા કંપનીઓને ખોટા દસ્તાવેજો રજૂ કરીને ક્લેઈમ પાસ કરાવતા હતા. વીમા કંપનીઓને શંકા જતા તેમણે તપાસ હાથ ધરી હતી, જેમાં આ નકલી હોસ્પિટલનો પર્દાફાશ થયો હતો.

પોલીસે હોસ્પિટલમાંથી ખોટા પેપર, સિક્કા, ખોટા રિપોર્ટ અને સી ફોર્મ સહિતના પુરાવા જપ્ત કર્યા છે. આ હોસ્પિટલ કેટલા સમયથી કાર્યરત હતી અને કેટલા દર્દીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે, તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

ડિગ્રી વગરના ડોક્ટરો દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવતી હોવાથી દર્દીઓના આરોગ્ય સાથે પણ ચેડાં થયા હોવાની શક્યતા છે. આ ઘટનાએ શહેરમાં ગેરકાયદેસર ચાલતી હોસ્પિટલો અને ક્લિનિકો પર નિયંત્રણ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આ ઘટનાએ આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા સામે પણ સવાલો ઉભા કર્યા છે. શહેરના રહેણાંક વિસ્તારમાં આટલા લાંબા સમયથી ગેરકાયદેસર હોસ્પિટલ કેવી રીતે ચાલી રહી હતી, તે તપાસનો વિષય છે.

@RAVI BHAVSAR


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક

આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ

આ પણ વાંચો:ગુજરાતમાં વધતા ગુનાઓ માટે જવાબદાર કોણ? કાયદો-વ્યવસ્થા જાળવવા સરકાર એક્શનમાં