National News/ જિંદગી એક મેપ રીડિંગ જેવી છે; IIT રૂરકીમાં અજીત ડોભાલે સંભળાવ્યો કરિયરનો સૌથી મુશ્કેલ કિસ્સો

આઈઆઈટી રૂરકીના દીક્ષાંત સમારોહમાં NSA Ajit Doval એ સિક્કિમમાં પોતાની તૈનાતી દરમિયાન ચીનની કસ્ટડીમાં ફસાયેલી ખુફિયા ટીમ અને શેર્પા પાસેથી શીખેલા જીવનના પાઠો શેર કર્યા છે.

NATIONAL Top Stories India
NSA Ajit Doval

NSA Ajit Doval IIT Roorkee Convocation Sikkim Secret: IIT રૂડકીના દીક્ષાંત સમારોહ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે પોતાના કરિયરના એક મુશ્કેલ સમયનો કિસ્સો શેર કર્યો. તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ યુવાન IPS અધિકારી હતા અને ગુપ્તચર કામગીરીમાં શરૂઆત કરી રહ્યા હતા, ત્યારે સિક્કિમમાં તેમની પોસ્ટિંગ દરમિયાન એક ખૂફિયા ટીમ ચીનની કસ્ટડીમાં ફસાઈ ગઈ હતી.

NSA Ajit Doval

સિક્કિમમાં હતી મહત્વની જવાબદારી

આ ઘટનાને કારણે તેમને પોતાનું કરિયર ખતમ થઈ જશે તેવી ચિંતા સતાવવા લાગી હતી.ડોભાલે જણાવ્યું કે 20ના દાયકામાં તેમને સિક્કિમમાં ગુપ્તચર કામગીરીની જવાબદારી સોંપવામાં આવી હતી. તે સમયે સિક્કિમ ભારત સાથે જોડાવાની પ્રક્રિયામાં હતું. સરહદી વિસ્તારો પર નજર રાખવી અને ચીની સેનાની ગતિવિધિઓ અંગે માહિતી એકત્રિત કરવી તેમની જવાબદારીનો એક ભાગ હતો.

NSA Ajit Doval

ટીમ પરત ન આવતા વધી ચિંતા

એક વખત એક ગુપ્તચર ટીમને સરહદી વિસ્તારમાં એક મિશન માટે મોકલવામાં આવી હતી. ટીમ થોડા દિવસોમાં પરત આવવાની હતી, પરંતુ દિવસો પસાર થતા ગયા. પાંચ, દસ અને ત્યારબાદ વધુ દિવસો વીતી ગયા છતાં ટીમનો કોઈ પત્તો નહોતો. ડોભાલે(NSA Ajit Doval) જણાવ્યું કે તે સમયે તેમને ટીમના સભ્યો સુરક્ષિત છે કે નહીં તેની પણ ખબર નહોતી. અચાનક મુખ્યાલયથી ફોન આવ્યો અને પૂછવામાં આવ્યું કે શું તેમણે કેટલાક લોકોને સરહદ પાર મોકલ્યા હતા. ડોભાલે પોતાની ટીમ અંગે માહિતી આપી તો તેમને જાણવા મળ્યું કે ટીમ ચીનની કસ્ટડીમાં છે.

NSA Ajit Doval

ચીનની કસ્ટડીમાંથી પરત આવી ટીમ

ડોભાલના(NSA Ajit Doval) જણાવ્યા અનુસાર, ચીની સત્તાવાળાઓએ ટીમના સભ્યોની પૂછપરછ કરી હતી. બાદમાં વાતચીત અથવા કોઈ સમજૂતી બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા. જોકે, જ્યારે ટીમ પરત આવી ત્યારે તેના સભ્યો માનસિક અને શારીરિક રીતે ખૂબ જ થાકેલા અને તૂટી ગયેલા હતા. આ ઘટનાની તપાસ શરૂ થતાં ડોભાલને લાગ્યું કે હવે તેમનું કરિયર મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. તેમને લાગતું હતું કે એક અધિકારી તરીકે આ મોટી ભૂલ ગણાશે. પરંતુ તપાસમાં તેમને જવાબદાર ઠેરવવામાં આવ્યા નહીં. તેમના જણાવ્યા અનુસાર, મુખ્યાલયમાંથી આપવામાં આવેલા સ્કેચ અને નકશામાં જ કેટલીક ખામીઓ હતી.

શેર્પાએ આપ્યો જીવનનો મોટો પાઠ

આ મુશ્કેલ સમય દરમિયાન ડોભાલ(NSA Ajit Doval) સાથે કામ કરતા એક વરિષ્ઠ તિબેટી શેર્પાએ તેમને સાંત્વના આપી. ડોભાલે(NSA Ajit Doval) જ્યારે કહ્યું કે તેમણે મોટી આશાઓ સાથે કરિયર પસંદ કર્યું હતું પરંતુ બધું ખોટું થઈ ગયું, ત્યારે શેર્પાએ તેમને જીવનને નકશા સાથે જોડીને સમજાવ્યું. શેર્પાએ કહ્યું કે જીવનમાં ત્રણ બાબતો સૌથી મહત્વની છે—પહેલું, ત હાલમેમાં ક્યાં છો તે જાણો; બીજું, તમારે ક્યાં પહોંચવું છે તે જાણો; અને ત્રીજું, ત્યાં પહોંચવાનો સાચો રસ્તો જાણો. ડોભાલે(NSA Ajit Doval ) આ પ્રસંગને યાદ કરતાં જણાવ્યું કે બરફીલા પહાડોમાં વર્ષો વિતાવનાર શેર્પાના આ સરળ શબ્દોમાં જીવનનો મોટો પાઠ છુપાયેલો હતો. આ ઘટના તેમના કરિયરના મુશ્કેલ સમયની સાથે સાથે તેમને મળેલી મહત્વપૂર્ણ જીવનશિક્ષણની યાદ પણ બની રહી.


આ પણ વાંચો:અજીત ડોભાલે આપ્યો જીતનો મંત્ર, જણાવ્યું કેમ અમેરિકા અને રશિયા જેવી મહાસત્તાઓ યુદ્ધ હારી ગઈ

આ પણ વાંચો:પહેલા લદ્દાખ બોર્ડર પર સમજૂતી અને હવે અજીત ડોભાલ ચીન જઈ રહ્યા છે… જાણો શું છે એજન્ડા

આ પણ વાંચો:અજીત ડોભાલે ત્રીજી વખત બનાવ્યા NSA, જાણો PMના મુખ્ય સચિવ કોણ…