Bharuch News: ભરુચમાં GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) એ ઉદ્યોગોને કલોઝર નોટિસ ફટકારી. GPCBએ અંકલેશ્વર અને પાનોલીના વિસ્તારમાં આવેલા ઉદ્યોગોને નોટિસ ફટકારી. અંકલેશ્વરમાં GIDCની બોની કેમિકલ્સ અને પાનોલી GIDCની બજાજ હેલ્થકેર સહિતને કલોઝર નોટિસ આપવામાં આવી. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જે-તે વિસ્તારમાં આવેલ કંપની કે ફેકટરી દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવતા નોટિસ મોકલવામાં આવે છે.
ભરૂચમાં અંકલેશ્વર અને પાનોલીના વિસ્તારના ઉદ્યોગો કેમિકલ યુક્ત પાણી છોડતા હતા. જેના કારણે આ વિસ્તારના રહીશોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોની ફરિયાદ બાદ GPCBએ કેમિકલ યુક્ત પાણી છોડવા મામલે કાર્યવાહી કરતા સંબંધિત ઉદ્યોગોને નોટિસ ફટકારી. આ ઉદ્યોગો દ્વારા વરસાદી કાંસમાં કેમિકલ યુક્ત પાણી છોડાતા તે પીવાના પાણી તેમજ વપરાશના પાણી સાથે મિશ્ર થયું. જેના કારણે લોકો બીમારીનો સામનો કરી રહ્યા છે. વરસાદના પાણીની આડમાં કેમિકલયુક્ત પાણી છોડતા આ ઉદ્યોગો સામે GPCBએ લાલ આંખ કરતા કલોઝર નોટિસ આપી.
શ્રી ગણેશ રેમેડિઝ, બોની કેમિકલ્સ, વિહિતા કેમ યુનિટ 2, અને શ્રી સલ્ફ્યુરિકને ક્લોઝર આપાય. આ અગાઉ અંકલેશ્વર GIDC ની ગ્લેન્માર્ક અને જેક્શન કેમિકલને કલોઝર નોટિસ અપાઈ હતી. ધોધમાર વરસાદમાં વરસાદી કાંસમાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં મામલે GPCB એ કાર્યવાહી કરતાં કંપનીઓને નોટિસ આપવામાં આવી.
GPCB પર્યાવરણ સંબંધિત બહેતર નિવારણ અને પ્રદૂષણ નિયંત્રણ માટે અસરકારક કાર્યવાહી કરે છે. આ બોર્ડ દ્વારા અમદાવાદ શહેર, વટવા, સાણંદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, વાપી, સરીગામ, નવસારી, જેતપુર, અંકલેશ્વર, સુરેન્દ્રનગર, ખાતે આવેલી તેની હાલની પ્રાદેશિક કચેરીઓ દ્વારા પર્યાવરણ ક્ષેત્રે અનેક જટિલ મુદ્દાઓનો ઉકેલ લાવવામાં આવે છે. GPCB પર્યાવરણીય પ્રદૂષણના પડકારોને પહોંચી વળવા ઉપરાંત મ્યુનિસિપલ ઘન કચરો, બાયો-મેડિકલ કચરો, પ્લાસ્ટિકના મુદ્દાઓ તેમજ પાણી, હવા અને જમીનના પ્રદૂષણ અને ઔદ્યોગિક ક્લસ્ટરો જેવા વિવિધ મુદ્દાઓ સહિત પ્રદૂષણને ઘટાડવા અને અટકાવવા માટે પ્રદૂષણ નિયંત્રણ માટે પ્રયાસો પર મહત્વની કામગીરી કરે છે.
આ પણ વાંચો:સુરતમાં સુપ્રિમની અવગણના કરવા બદલ P.I. અને ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ દોષી ઠેરવ્યા
આ પણ વાંચો:ગુજરાતમાં પાંચ અધિકારીઓના ફરીથી થશે મેડિકલ ટેસ્ટ
આ પણ વાંચો:અમદાવાદમાં SMCએ દારૂનો જથ્થો ઝડપ્યો, બેની ધરપકડ, અન્ય ફરાર
