Health Care/ મોંઢાનું કેન્સર થવાનું કારણ આવ્યું સામે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

મોંઢાના કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે, ખાસ કરીને એવા યુવાનોમાં જે દારૂ (Liquor) પીતા નથી કે તમાકુ (Tobacco)નું સેવન કરતા નથી.

Trending Health & Fitness Lifestyle

Health News: જે લોકો નિયમિત ખાંડવાળા પાણી (Sugar Water)નું સેવન કરે છે તેમને મોંઢાનું કેન્સર (Oral Cancer) થવાનું જોખમ વધી રહ્યું છે. તાજેતરમાં થયેલ એક અભ્યાસ (Study)માં દાવો કરવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વમાં કેન્સર (Cancer)ના કેસ વધી રહ્યા છે. આ માટે જવાબદાર જીવનશૈલી (Lifestyle)ની આદતો છે. તાજેતરમાં જ એક અભ્યાસમાં ચોંકાવનરો ખુલાસો થયો છે, માત્ર એક કેન ખાંડયુક્ત સોડાનું (Cane Soda) સેવન કરવાથી મોંઢાના કેન્સરનું જોખમ 5 ગણું વધી જાય છે. આ અભ્યાસ વોશિંગ્ટન યુનિવર્સિટી (Washington University)ના સંશોધકો દ્વારા કરવામાં આવ્યો હતો.

Oral Cancer Information | Oral Cancer Signs & Symptoms

મોંઢાના કેન્સરના કેસ વધી રહ્યા છે

મોંઢાના કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે, ખાસ કરીને એવા યુવાનોમાં જે દારૂ (Liquor) પીતા નથી કે તમાકુ (Tobacco)નું સેવન કરતા નથી. 2020માં, લગભગ 377,૭૧૩ મોંઢાના કેન્સર (Oral Cancer)ના કેસ સામે આવ્યા અને 177757 લોકોના મોત નિપજ્યા હતા. આ એક ચિંતાનો વિષય છે.

Floor of the mouth cancer: Symptoms, treatment and prognosis | CURAPROX

ખાંડયુક્ત પીણા અને મોંઢાના કેન્સર વચ્ચેનું જોડાણ

નવા અભ્ય્યાસમાં સામે આવ્યું છે કે ખાંડયુક્ત પીણાંના નિયમિત સેવનથી મોંઢાના કેન્સર (Cancer)નું જોખમ વધી શકે છે. આ અભ્યાસમાં 160,૦૦૦થી વધારે મહિલાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સંશોધકોએ અવલોકન કર્યું હતું કે જે મહિલાઓ નિયમિતપણે ખાંડયુક્ત પીણાંનું સેવન કરે છે તેમને મહિનામાં એક કરતા ઓછા વખત આ પીણાંનું સેવન કરતી સ્ત્રીઓ કરતાં મોંઢાનું કેન્સર થવાનું જોખમ 4.87 ગણું વધારે હતું.

263,200+ Cold Drink Bottle Stock Photos, Pictures & Royalty-Free Images -  iStock

અભ્યાસમાં જોવા મળ્યાં ચોંકાવનારા પરિણામો 

વૈજ્ઞાનિકોનું માનવું છે કે ખાંડ અને હાઈ ફ્રુક્ટોઝ (High Fructose), કોર્ન સીરપ (Corn syrup) જેવા તત્વ મોંઢાનું કેન્સર થવાના કારણ બની શકે છે. નિયમિતપણે ખાંડયુક્ત પીણાનું સેવન મોંઢાને નુકસાન પહોંચાડી શકે છે, જેનાથી કેન્સર થવાનું જોખમ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં, યોગ્ય ખોરાક પસંદ કરવો અને કેન્સરના જોખમી પરિબળોને જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Soft Drink Images – Browse 1,055,045 Stock Photos, Vectors, and Video |  Adobe Stock


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શું બ્રેસ્ટ કેન્સર પછી ગર્ભાવસ્થામાં સમસ્યાઓ છે? જાણો શું કહે છે નિષ્ણાતો

આ પણ વાંચો:બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર માટે Free માં તપાસ થશે, આરોગ્ય મંત્રાલય દ્વારા રાષ્ટ્રવ્યાપી સ્ક્રીનીંગ ઝુંબેશ

આ પણ વાંચો:કેન્સરનું કોને સૌથી વધુ જોખમ? પુરૂષ કે સ્ત્રી; ભૂલકાઓ પણ બાકાત નહીં