Jamnagar News : લોકોના ધર કે ઓફિસમાંથી ચોરીના કિસ્સા સામાન્ય છે. પરંતુ જામનગરમાં ચોરીનો અજીબ કિસ્સો બન્યો છે. જેમાં એત ખેડૂતના ખેતરમાંથી પાકની ચોરી થઈ હતી. આ ખેડૂતના ખેતરમાંથી 1.68 લાખનો પાક ચોરાયો હતો. આ બનાવ જામનગરના ધ્રોલના વાંકીયા ગામમાં બન્યો હતો.
જેમાં ખેડૂતના ખેતરમાંથી જીરાની ચોરી થઈ છે. જેમાં તસ્કરો 1.68 લાખનું જીરૂ ચોરી ગયા હતા. અજાણ્યા શખ્સો જીરાની 16 ગુણી ઉપાડીને ફરાર થઈ ગયા હતા. 6 ગુણીમા ભરેલા 48 મણ જીરૂની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે વાંકિયા ગામના ખેડૂત ધર્મેશ હરજીવન ભીમાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ધ્રોલ પોલીસે ખેડૂતની ફરિયાદ નોંધીને ફરાર આરોપીઓની શોધ હાથ ધરી છે.
આ પણ વાંચો:અમદાવાદના વસ્ત્રાપુરમાં નબીરાએ વાહનોને અડફેટે લીધા, લોકોએ કરી બરોબરની ધોલાઈ
આ પણ વાંચો:અમદાવાદના 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલે હાઈકોર્ટમાં કરી અરજી
આ પણ વાંચો:અમદાવાદના વસ્ત્રાપુરમાં નબીરાએ વાહનોને અડફેટે લીધા, લોકોએ કરી બરોબરની ધોલાઈ
