Ahmedabad News/ અમદાવાદમાં દુકાનના સેલ્સમેને 42 લાખની છેતરપિંડી કરતા ગુનો નોંધાયો

સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Ahmedabad Top Stories Gujarat

Ahmedabad News : અમદાવાદમાં દુકાનમાં કામ કરતા સેલ્સમેને 42.21 લાખની છોતરપિંડી કરતા તેની વિરૂધ્ધ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.આ બનાવની વિગત મુજબ સોલામાં રહેતા જતીનભાઈ બી.પટેલ સોલા બ્રિજ પાસે નિલકંઠ ટ્રેડર્સ નામની દુકાન ધરાવે છે. તેમને દુકાન માટે સે્લ્સમેનની જરૂર હોવાથી તેમણે અખબારમાં જાહેરાત આપી હતી.

જેમાં પાટણના દેવેન્દ્રકુમાર બી.પંચાલે જતીનભાઈનો સંપર્ક કર્યો હતો. દેવેન્દ્રકુમારનં ક્વોલિફિકેશન સારૂ હોવાથી જતીનભાઈએ તેમને સેલ્સમેન તરીકે નોકરી પર રાખ્યા હતા. દેવેન્દ્રકુમારનું કામ ઈલેકટ્રિક સામાનના ઓર્ડ઼ર લેવાનું તથા માલસામાનના નાણાં ઉઘરાવવાનું હતું.

દરમિયાન દેવેન્દ્ર પંચાલે ઓગસ્ટ 2024થી ઓર્ડર લઈ માલસામાન મોકલી વેપારીઓ પાસેથી રૂ.42,21,417 ઉઘરાવી લઈને દુકાનના માલિક જતીનભાઈ પટેલને હિસાબ કે નાણાં ન આપીને છેતરપિંડી કરી હતી. આ અંગે જતીનભાઈએ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


     whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: AMC ટીમ સાથે નિર્લિપ્ત રાય મનપસંદ જીમખાના પહોંચ્યા, એએમસીએ ગેરકાયદે બાંધકામ તોડ્યા

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલનો AMC માટે મહત્વપૂર્ણ નિર્ણય, ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ ફેઝ-2 માટે 1003 કરોડ કર્યા મંજૂર

આ પણ વાંચો: AMCની માલિકીના પ્લોટમાં BJP ના કાર્યકરોનું ગેરકાયદે બાંધકામ : SG હાઇવે પર ગૃહ ઉદ્યોગના નામે સ્ટોલ ભાડે આપવાનાં બોર્ડ માર્યાં