Ahmedabad News : સરખેજમાં શાંતિપુરા સર્કલ પાસે નવી બનતી સાઈટ પર કામ કરી રહેલા એક મજુર પર 18 મા માળેથી ક્રેનનો બકેટ તુટી પડતા ગંભીર ઈજાને કારણે મોત થયું હતું. આ બનાવની વિગત મુજબ સરખેજ સાણંદ રોડ પર શાંતિપુરા સર્કલ પાસે ટ્રુ વેલ્યુ કાર શોરૂમની બાજુમાં સ્વાતી પ્રિમીયર નામની નવી બનતી સાઈટ પર રતનસિંહ વાલસિંહ ડાપર નામનો મુળ મધ્યપ્રદેશનો શ્રમિક કામ કરતો હતો.
દરમિયાન આ નવી બનતી સાઈટના 18 મા માળે ક્રેનમાં લગાવેલ કોંક્રિટની બકેટ ઉતારવાનું કામ કરતી વખતે બકેટનો તાર તુટી જતા રતનસિંહ ડાવર ઉપર પડ્યું હતું. સારવાર અર્થે તેને ગંભીર ઈજા સાથે સરફેજની શ્રેય હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે ડોક્ટરે તેને તપાસીને મૃત ઘોષિત કર્યો હતો. આ અંગે સરખેજ પોલીસે અકસ્માત મોત નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:લીંબડી-અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાતા 9 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો ઘાયલ
આ પણ વાંચો:અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માતમાં 4ના ઘટનાસ્થળે મોત
આ પણ વાંચો:અમદાવાદમાં વસ્ત્રાલ રિંગરોડ પર વિદ્યાર્થીને નડ્યો અકસ્માત
