Gujarat Weather/ ગુજરાતમાં હવામાનમાં આવ્યો પલટો, ગરમીથી મળી આંશિક રાહત

અગાઉ પણ માર્ચ મહિનામાં થયેલા કમોસમી વરસાદ અને પવનને કારણે કેરીના પાકને ઘણું નુકસાન થયું છે અને હવે ફરીથી માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

Top Stories Gujarat

Gujarat Weather: રાજ્યમાં માર્ચ મહિનાના અંતમાં ફરી એકવાર માવઠા (Unseasonal Rain)ની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 28 થી 30 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, ખાસ કરીને કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

Weather report: Cold wave intensifies in Telangana

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના હવામાન (Weather)માં પલટો આવી શકે છે. આ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ (Cloudy Weather) રહેશે અને હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, દરિયા કિનારાના વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો જોવા મળશે અને ત્યાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન (Wind) ફૂંકાઈ શકે છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. આ પવનને કારણે આંબા પરથી કેરી (Mango)ઓ ખરી જવાની ભીતિ છે, જેના કારણે ખેડૂતો (Farmer)ને મોટું નુકસાન થઈ શકે છે. અગાઉ પણ માર્ચ મહિનામાં થયેલા કમોસમી વરસાદ અને પવનને કારણે કેરીના પાકને ઘણું નુકસાન થયું છે અને હવે ફરીથી માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

Farmers concerned as unseasonal rainfall damages mango crop in Uttar  Pradesh | Latest News India - Hindustan Times

રાજ્યમાં ગરમી (Heat)માં આંશિક ઘટાડો થયો છે. આવતીકાલથી તાપમાનમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગે (IMD) કરી છે.  મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો વધારો થશે. રાજ્યમાં સૌથી વધુ 38.6 ડિગ્રી તાપમાન મહુવામાં નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું, રાજકોટમાં 37.6 ડિગ્રી, અમરેલીમાં 36.5 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 36 ડિગ્રી, ગાંધીનગરમાં 35.8 ડિગ્રી તાપમાન, વડોદરામાં 36.4 ડિગ્રી, સુરતમાં 36.2 ડિગ્રી તાપામાન રહ્યું છે.

Hot summer weather increases risk of heat illness – Ohio Ag Net | Ohio's  Country Journal

ભારતના અન્ય રાજ્યો જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) અને લદ્દાખ (Ladakh)માં ભારે હિમવર્ષા (Snowfall) થવાની સંભાવના છે, જ્યારે મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં વાવાઝોડા અને ભારે પવન ફૂંકાય તેવી સંભાવના છે. ઓડિશામાં ગરમીનું એલર્ટ (Heat Alert) આપવામાં આવ્યું છે, જ્યારે ગુજરાત અને પૂર્વી ભારતના કેટલાક ભાગોમાં તાપમાન વધી રહ્યું છે. મધ્ય પાકિસ્તાન અને ઉત્તરપૂર્વ આસામ પર પશ્ચિમી વિક્ષેપ અને તેની સાથે સંકળાયેલ ચક્રવાતી પરિભ્રમણ ઉત્તર અને ઉત્તરપૂર્વ ભારતમાં હવામાન પરિસ્થિતિઓને પ્રભાવિત કરે તેવી શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીનું મોજું,વાતાવરણમાં આવશે પલટો,થશે કમોસમી વરસાદ

આ પણ વાંચો: વડોદરામાં હિટવેવના કારણે પ્રથમ મોત,આગામી દિવસોમાં કમોસમી વરસાદની શક્યતા

આ પણ વાંચો: રાજ્યમાં વાદળછાયું રહેશે વાતાવરણ, કમોસમી વરસાદ અને તાપમાનમાં ફેરફારની શક્યતા